માર્ટિન લૂથર કિંગ જૂનીયર “ I have a dream “ આજના દિવસે યાદ કરવા જેવી પ્રતિભા, અમેરિકાને અમેરિકાની ગરીમા બક્ષનાર મહાન પ્રતિભા

માર્ટિન લૂથર કિંગ જૂનીયર “ I have a dream “ આજના દિવસે યાદ કરવા જેવી પ્રતિભા, અમેરિકાને અમેરિકાની ગરીમા બક્ષનાર મહાન પ્રતિભા
http://tv9gujarati.in/martin-luthar-ki…va-jevi-pratibha/

અમેરીકાની આઝાદીની વર્ષગાંઠ પર વિશેષ લેખ- લેખક-ઉદયક્રિષ્ન ત્રિવેદી 4 જૂલાઈ 1776ના રોજ અમેરિકા આઝાદ થયું હતું આઝાદી બાદ અમેરિકાએ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જેમાં ગુલામી પ્રથાની નાબુદી, ગૃહયુદ્ધ અને રંગભેદને કારણે સમાજમાં અસમાનતા હતી ત્યારે આદર્શ અમેરિકાની વ્યાખ્યા માર્ટિન લૂથર કિંગ જૂનીયરે આપી હતી તેમનું “ I have a dream “ નામનું વક્તવ્ય […]

Pinak Shukla

| Edited By: Bipin Prajapati

Jan 16, 2021 | 3:33 PM

અમેરીકાની આઝાદીની વર્ષગાંઠ પર વિશેષ લેખ-

લેખક-ઉદયક્રિષ્ન ત્રિવેદી

4 જૂલાઈ 1776ના રોજ અમેરિકા આઝાદ થયું હતું આઝાદી બાદ અમેરિકાએ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જેમાં ગુલામી પ્રથાની નાબુદી, ગૃહયુદ્ધ અને રંગભેદને કારણે સમાજમાં અસમાનતા હતી ત્યારે આદર્શ અમેરિકાની વ્યાખ્યા માર્ટિન લૂથર કિંગ જૂનીયરે આપી હતી તેમનું “ I have a dream “ નામનું વક્તવ્ય આજના અમેરિકા માટે પાયાનો પથ્થર સાબિત થયું હતું. આપણા વિશ્વનો ઇતિહાસ તપાસતા માલુમ પડે છે કે આ વિશ્વમાં કોઇપણ તબક્કે અસમાનતા જોવા મળે છે. આ અસમાનતાને દૂર કરવા ઘણા લોકોએ પ્રયત્ન કર્યો છે.એવો જ એક પ્રયત્ન આપણા ગાંધીજીએ સાઉથ આફ્રિકામાં કર્યો હતો.વર્ષ 1893માં ગાંધીજીને ટ્રેનનાં ફસ્ટ કલાસ કંમ્પાર્ટમેન્ટમાંથી ઉતારી મુકવામાં આવ્યા હતા.તેની પાછળનું કારણ માત્ર એટલુ હતું કે તેમની ચામડીનો રંગ કાળો હતો, કંઇક આવો જ બનાવ અમેરીકામાં પણ બન્યો હતો. 1955માં મોન્ટગોમરીની જતી બસમાં એક સ્ત્રીએ શ્વેત મુસાફરને જગ્યા ન કરી આપતા, તે મહિલાની ધરપકડ કરી લેવામાં આવી, આ બનાવે 26 વર્ષના માર્ટિન લૂથર કિંગની આત્માને હચમચાવી મુકી. તેણે આ રંગભેદને જડમૂળમાંથી દૂર કરવાનું નક્કી કરી લીધુ. તે ગાંધીજીથી ખુબજ પ્રભાવીત હતા, તેથી તેણે આ આંદોલન અહિંસાના માર્ગે ચલાવવાનું નક્કી કર્યુ.રંગભેદની નીતિને દૂર કરવા માર્ટિન લુથર કિંગે ઘણા આંદોલનો કર્યા, અને તે સફળ પણ રહ્યાં. આજ પ્રકારનું એક આંદલોન વર્ષ 1963માં કરવામાં આવ્યું.આ આંદોલન આફ્રિકી-અમેરીકી સમુદાયના હકોની માંગ સાથે વોશિંગ્ટન સિવિલ રાઇટસ કૂચ કરવામાં આવી. આ કૂચમાં તા. 28 ઓગસ્ટ,1963નાં રોજ અબ્રાહમ લિંકન મેમોરિયલનાં દાદરા ઉપર ઉભા રહી માર્ટિન લૂથરે ઐતિહાસિક “આઇ હેવ અ ડ્રીમ” નામનું ભાષણ આપ્યું હતું.આ ભાષણનું મહત્વ એટલ માટે વધારે છે કે, આ ભાષણને કારણે લોકોમાં એક નવી જ શક્તિનો સંચય થયો હતો.આ ભાષણમાં પરિસ્થિતિનો વિરોધ હતો,પરંતુ સાથે આદર્શ સ્થિતિની પરિકલ્પના પણ હતી.આ ભાષણમાં માર્ટિન લૂથરે તેના સપનાનું અમેરીકા વર્ણાવ્યું હતું. અને તે એટલુ સચોટ હતું કે અમેરીકાના ગજાવર નેતાની સાથે-સાથે દૂનિયાનાં ઘણા લોકોને હચમચાવી મુક્યા. માર્ટિન લૂથરના 16મિનિટ અને 40 સેકન્ડનાં આ ભાષણે અશ્વેતોની સાથે-સાથે શ્વેતોના દિલોમાં પણ એક આદર્શ અમેરીકાની છબી કોતરી આપી. આ ભાષણમાં એક આક્રોષ હતો, એક ઉત્તમ સ્થિતી સુધી પહોંચવાની તાલાવેલી હતી. રંગભેદનાં દમનની પરિસ્થિતિને સ્વીકારી નિસ્તેજ થઇ ગયેલા લોકોમાં એક નવચેતન માર્ટિન લૂથરના આ ભાષણે પૂરુ પાડ્યું હતું. આજે અમેરિકા પ્રગતિના શિખરે બીરાજમાન છે તેના પાયામા માર્ટિન લૂથર કિંગ જૂનીયરના ભાષણે મહત્વની ભૂમિકા ભજવી છે. આ ભાષણ બાદ જ અમેરિકામાં પરિવર્તનની નવી લહેર ઉભી થઈ હતી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati