અમદાવાદના માંડલમાં પ્રેમલગ્ન બાદ દલિત યુવકની હત્યાના સમાચારથી દેશભરમાં હાહાકાર મચ્યો છે. આ દરમિયાન એક વીડિયો વાયરલ થયો છે. જે ભાજપના બરેલીના ધારાસભ્ય પપ્પુ ભરતૌલની પુત્રીનો છે. જેમાં તે પોલીસ પાસે મદદ માંગી રહી છે. જેમાં યુવતીએ જણાવ્યું છે કે. તેણે એક દલિત યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા છે. અને જેને લઈને તેના પિતા એટલે કે, ધારાસભ્ય પપ્પુ ભરતૌલે તેમને મારી નાખવા માટે ગુંડા મોકલ્યા છે.
Married to a Dalit, daughter of BJP MLA claims threat to life from dad#UttarPradesh #TV9News pic.twitter.com/jlZ98pDqW9
— Tv9 Gujarati (@tv9gujarati) July 11, 2019
આ પણ વાંચોઃ VIDEO: કાલુપુર રેલવે સ્ટેશન પર રાત્રીના 3 કલાકે TCએ ટિકિટ માગતા 10 લોકોએ માર માર્યો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ગુંડાઓથી બચવા ધારાસભ્યની પુત્રી પોલીસ પાસે પરિવારની સુરક્ષાની માગ કરી રહી છે. બરેલી જિલ્લાના બિથરી ચૈનપુર સીટના ધારાસભ્ય રાજેશ મિશ્રા ઉર્ફે પપ્પુ ભરતૌલની પુત્રી સાક્ષીએ દલિત યુવક સાથે લગ્ન કર્યા છે. જે બાદ તેમણે વીડિયો વાયરલ કર્યો અને પોતાનો જીવ બચાવવા માટે પોલીસ પાસે મદદ માગી છે. સાથે જ તેણે વીડિયોમાં જણાવ્યું કે, તેને તેના પતિને કંઈ પણ થશે તો તેની જવાબદારી તેના પિતાની રહેશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો