ગોવાના CM મનોહર પર્રિકરનું અવસાન, તેમના વિશેની આ વાતોને જાણીને તમે કહેશો કે રાજનીતિમાં મનોહર પર્રિકર જેવા નેતાઓની દેશને ખરેખર જરુર છે!

ઘણાં દિવસોથી કેન્સરની બિમારીનો સામનો કરી રહેલાં મનોહર પર્રિકરનું 63 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે પોતાના ઘરે જ છેલ્લાં શ્વાસ લીધા છે. મનોહર પર્રિકરની દિલ્હી એમ્સ ખાતે સારવાર ચાલી રહી હતી. મનોહર પર્રિકરના રાજકીય જીવન વિશે વાત કરીએ તો તે ગોવાના ત્રણ વખત મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. પર્રિકર પોતાની સાદગીને લઈને હંમેશા ચર્ચા […]

ગોવાના CM મનોહર પર્રિકરનું અવસાન, તેમના વિશેની આ વાતોને જાણીને તમે કહેશો કે રાજનીતિમાં મનોહર પર્રિકર જેવા નેતાઓની દેશને ખરેખર જરુર છે!
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Mar 22, 2019 | 7:00 AM

ઘણાં દિવસોથી કેન્સરની બિમારીનો સામનો કરી રહેલાં મનોહર પર્રિકરનું 63 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે પોતાના ઘરે જ છેલ્લાં શ્વાસ લીધા છે.

મનોહર પર્રિકરની દિલ્હી એમ્સ ખાતે સારવાર ચાલી રહી હતી. મનોહર પર્રિકરના રાજકીય જીવન વિશે વાત કરીએ તો તે ગોવાના ત્રણ વખત મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. પર્રિકર પોતાની સાદગીને લઈને હંમેશા ચર્ચા રહેતા અને તે ક્યારેક સાયકલ તો ક્યારેક સ્કૂટર પર જોવા મળી જતાં. પર્રિકર પોતાની ઘરની વસ્તુઓ લેવા માટે સામાન્ય બજારોમાં સ્કૂટર લઈને જતાં અને તે પોતે ક્યારેક મોટી લાઈનમાં પણ ઉભા રહી જતાં. પર્રિકર પોતાનું જીવન સામાન્ય માણસની જેમ સાદગીથી જ જીવતા હતા આથી રાજનીતિની વૈભવી જિંદગીમાં મનોહર પર્રિકર એક આગવી ઓળખ ધરાવતા હતા. તે પોતાના વીવીઆઈપી સગવડોનો ક્યારેય પણ વધારે ફાયદો ઉઠાવ્યો નથી.

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

2001ના વર્ષમાં મનોહર પર્રિકરના પત્ની મેઘાનું કેન્સરની બિમારીથી અવસાન થઈ ગયેલું. તે બાદ પોતાના બંને દીકરાઓની જવાબદારી મનોહર પર્રિકરે જ ઉપાડેલી. તેઓએ પોતાના મુખ્યમંત્રી તરીકે મળેલાં આવાસને પણ સ્વીકાર્યો ન હતો અને આખી જિંદગી પોતાના નાનકડા ઘરમાં જ વિતાવી દીધી હતી. વિધાનસભા જવા માટે આપવામાં આવતી સેવાઓ જેવી કે કાર અને અન્ય સુવિધાઓ મનોહર પર્રિકરે સ્વીકારી જ નહોતી. તે પોતાના સ્કૂટર પર જ વિધાનસભામાં જતા હતા અને ક્યારેક તો ગોવામાં સરળતાથી જાહેર પરિવહનનો ઉપયોગ કરતાં નજરે પડી જતા. વિમાનમાં પણ મનોહર પર્રિકર ઈકોનોમી કલાસમાં જ સફર કરવાનું પસંદ કરતાં હતા.

આ સિવાય જો અન્ય તેમની સાદગીની વાતો કરીએ તો તેમને કોઈ મોંઘા રેસ્ટોરન્ટોમાં ખાવાનું ખાવાની આદત જ નહોતી તે ભલે સીએમ હતા પણ જ્યાં કોઈ લારી કે નાની હોટેલ દેખાય તો તે ત્યાં જ જઈને ખાવાનું ખાય લેતા. લોકોએ ઘણીવખત મનોહર પર્રિકરને રસ્તા પર પોતાનું સ્કૂટર રોકીને ચા પીતા જોયા છે એ પણ એક સામાન્ય ચાની કીટલી પર જ આમ તેમની સાદગીથી લોકો પ્રભાવિત હતા. મનોહર પર્રિકરની ડ્રેસિંગ સ્ટાઈલની વાત કરીએ તો તેમને જોઈને કોઈ કહી જ ના શકે આ માણસ રાજ્યનો મુખ્યમંત્રી હશે. તે સાવ સામાન્ય માણસને છાજે તેવા કપડાં પહેરવાનું પસંદ કરતા તેમણે કોઈ વીવીઆઈપી સેવા પસંદ જ નહોતી. સૌથી મહત્ત્વની વાત હોઈએ છે તમારા જીવન વિશે તો પર્રિકર એવું જીવન જીવી ગયા છે આજ સુધી તેમના રાજકીય કરિયર પર કોઈ દાગ નથી લાગ્યો કે કોઈ ગોટાળામાં તેમનું નામ પણ નથી આવ્યું. આમ પોતે જ રાજ્યના સીએમ હોવા છતાં સાદગીને પસંદ કરતાં હોવાથી એક મોટો વર્ગ મનોહર પર્રિકરના જીવનથી પ્રભાવિત હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">