મમતા બેનર્જીના ભત્રીજાની મુશ્કેલી વધી, અભિષેક બેનર્જીના નિવાસે પહોંચી સીબીઆઇની ટીમ

પશ્ચિમ બંગાળથી આ સમયે મોટા સમાચાર આવી રહ્યા છે. જેમાં સીબીઆઈની ટીમ તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ના સાંસદ અને મુખ્યમંત્રી Mamata Banerjee ના ભત્રીજા અભિષેક બેનર્જીના ઘરે પહોંચી છે.

મમતા બેનર્જીના ભત્રીજાની મુશ્કેલી વધી, અભિષેક બેનર્જીના નિવાસે પહોંચી સીબીઆઇની ટીમ

પશ્ચિમ બંગાળથી આ સમયે મોટા સમાચાર આવી રહ્યા છે. જેમાં સીબીઆઈની ટીમ તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ના સાંસદ અને મુખ્યમંત્રી Mamata Banerjee ના ભત્રીજા અભિષેક બેનર્જીના ઘરે પહોંચી છે. તેમને કોલસાની દાણચોરીના કેસમાં તપાસમાં સામેલ થવા માટે નોટિસ પાઠવવામાં આવી છે. 3 સભ્યોની ટીમ અભિષેકના નિવાસ સ્થાને પહોંચી છે. જાણવા મળ્યું છે કે સીબીઆઈ  Mamata Banerjee ભત્રીજા અભિષેક બેનર્જીના પરિવારના સભ્યોને નોટિસ આપવા માટે દક્ષિણ કોલકાતામાં તેમના નિવાસસ્થાને પહોંચી હતી. તપાસ એજન્સીએ અભિષેક બેનર્જીની પત્નીને સમન્સ પાઠવ્યું છે.

સીબીઆઈએ તાજેતરમાં કોલસાની દાણચોરીના કેસમાં બંગાળમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે. કોલસા કૌભાંડ મામલે સીબીઆઈએ શુક્રવારે પશ્ચિમ બંગાળના ચાર જિલ્લામાં 13 સ્થળો પર તલાશી લીધી હતી. પુરૂલિયા, બાંકુરા, પશ્ચિમ બર્ધમાન અને કોલકાતામાં સીબીઆઈએ દરોડા પાડ્યા. કોલકાતામાં અમિયા સ્ટીલ પ્રા.લિ.ના મકાન અને બાંકુરા અને ગેંગના શંકાસ્પદ અનુપ માંઝીના કથિત સાથી જયદીપ મંડળ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા.

સીબીઆઈએ ગયા વર્ષે માંઝી ઉર્ફે લાલા, ઇસ્ટર્ન કોલફિલ્ડ લિમિટેડ (ઇસીએલ) ના જનરલ મેનેજર અમિત કુમાર ધર અને જયેશ ચંદ્ર રાય, ઇસીએલના સિક્યુરિટી ચીફ તન્મય દાસ, કુનસ્ટોરિયાના એરિયા સિક્યુરિટી ઈન્સ્પેક્ટર ધનંજય રાય અને કાજોર વિસ્તારના સુરક્ષા પ્રભારી એસ.એસ.આઈ દેવાશિષ મુખર્જી વિરુદ્ધ નવેમ્બર મહિનામાં એફઆઈઆર નોંધાઈ હતી. આક્ષેપ કરવામાં આવે છે કે માંઝી ગેરકાયદેસર ખાણકામ અને કેજોર અને કુનસ્તુરિયા વિસ્તારમાં ઇસીએલની લીઝ માઇન્સમાંથી કોલસાની ચોરીમાં સામેલ છે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati