નેતાઓની આગતા-સ્વાગતામાં સોનિયા કરતાં પણ બે ડગલા આગળ રહ્યાં મમતા, હાર્દિક પટેલ સહિત દરેક વિપક્ષી નેતાની થાળીમાં પોતે પિરસ્યું ભોજન

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)ના પ્રમુખ મમતા બૅનર્જીએ શુક્રવારે કોલકાતામાં શક્તિ પ્રદર્શન કર્યું. મમતાની મહારેલીમાં દેશના મોટા વિપક્ષી દળોના નેતાઓ પહોંચ્યા, પરંતુ તેમાં ગુજરાતનું ધ્યાન ખેંચનારા બે ચહેરા હતાં કે જેઓ કોઈ પણ વિપક્ષી રાજકીય દળના નેતા નહોતા. આ પણ વાંચો : મોદી સરકારનો EXPRESS પ્લાન, 120 KMPHની સ્પીડમાં દોડાવી શકશો ગાડી, જાણો ગુજરાતમાં […]

નેતાઓની આગતા-સ્વાગતામાં સોનિયા કરતાં પણ બે ડગલા આગળ રહ્યાં મમતા, હાર્દિક પટેલ સહિત દરેક વિપક્ષી નેતાની થાળીમાં પોતે પિરસ્યું ભોજન
TV9 Web Desk

|

Jan 21, 2019 | 11:30 AM

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)ના પ્રમુખ મમતા બૅનર્જીએ શુક્રવારે કોલકાતામાં શક્તિ પ્રદર્શન કર્યું.

મમતાની મહારેલીમાં દેશના મોટા વિપક્ષી દળોના નેતાઓ પહોંચ્યા, પરંતુ તેમાં ગુજરાતનું ધ્યાન ખેંચનારા બે ચહેરા હતાં કે જેઓ કોઈ પણ વિપક્ષી રાજકીય દળના નેતા નહોતા.

આ પણ વાંચો : મોદી સરકારનો EXPRESS પ્લાન, 120 KMPHની સ્પીડમાં દોડાવી શકશો ગાડી, જાણો ગુજરાતમાં ક્યાં બનશે એક્સપ્રેસ-વે ?

આ બે ચહેરા હતાં પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના સંયોજક હાર્દિક પટેલ અને અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી.

આ પણ વાંચો : લોકસભા ચૂંટણી 2019માં ફરી એક વાર થશે બાહુબલી 2 એટલે મોદીની PM તરીકે વાપસી, મોદીની કુંડળી મુજબ 25 ફેબ્રુઆરી બાદ ફરી શરુ થશે ‘મોદી લહેર’

હાર્દિક પટેલ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નથી, તો જિગ્નેશ મેવાણી પણ અપક્ષ ધારાસભ્ય છે. આમ છતાં બંને મોદી વિરોધી મોરચાની યોજાયેલી આ રેલીમાં પહોંચ્યા હતાં, તો મહારેલીના યજમાન મમતાએ પણ બંનેની આગતા-સ્વાગતામાં કોઈ કચાસ ન રાખી.

સોશિયલ મીડિયા પર કેટલીક એવી તસવીરો વાયરલ થઈ રહી છે કે જેમાં મમતા બૅનર્જી હાર્દિક અને જિગ્નેશ સાથે ખૂબ જ મહત્વના નેતા તરીકે વર્તન કરતા નજરે ચડે છે.

આ પણ વાંચો : MPમાં 30 વર્ષોથી આ SEAT જીતવા માટે તલસી રહેલી કૉંગ્રેસ ઝાલવા જઈ રહી છે કરીના કપૂરનો હાથ, ભોપાલ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે કરીના ?

હકીકતમાં કોલકાતામાં મહારેલી બાદ મમતા બૅનર્જીએ હાજર તમામ નેતાઓ માટે ભોજનની પણ વ્યવસ્થા કરી હતી અને વાયરલ થયેલી તસવીરોમાં મમતા બૅનર્જી હાર્દિક પટેલને પોતાના હાથે ભોજન પિરસતા નજરે પડી રહ્યાં છે.

એમ તો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરોમાં મેગારેલીમાં હાજર તમામ નેતાઓ ભોજન કરતા દેખાય છે, પરંતુ સૌથી વધુ ચર્ચા જે તસવીરની થઈ રહી છે, તે છે હાર્દિક પટેલને ભોજન પિરસતા મમતા બૅનર્જીની તસવીર.

હાર્દિકને ભોજન પિરસતા મમતાની આ તસવીરને સોશિયલ મીડિયા પર બહુ શૅર કરાઈ રહી છે અને લોકો અનેક કૉમેંટ્સ પણ કરી રહ્યાં છે.

[yop_poll id=718]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati