ગુજરાતમાં કોંગ્રેસ વારંવાર તુટતી હોવાથી પ્રદેશ માળખામાં ફેરફારના સંકેત, પ્રદેશ પ્રમુખ કે વિપક્ષના નેતા બદલાવાની શક્યતા

ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ વારંવાર તુટી રહ્યો હોવાથી દિલ્લી સ્થિત હાઈકમાન્ડ પ્રદેશ નેતાગીરીથી નારાજ છે. ગુજરાતમાં કોંગ્રેસના ચિન્હ ઉપર ચૂટાયેલા ધારાસભ્યો એક યા અન્ય બહાને પક્ષમાંથી રાજીનામુ આપીને ચાલતી પકડે છે. આવી સ્થિતિ 2017થી ચાલી આવે છે. પરંતુ કોંગ્રેસની પ્રદેશ નેતાગીરી, ગુજરાતમાં કોંગ્રેસને તુટતી બચાવવામાં વામણી પૂરવાર થઈ છે. ત્યારે દિલ્લી સ્થિત કોંગ્રેસ હાઈકમાન્ડ ગુજરાતમાં કોંગ્રેસની […]

ગુજરાતમાં કોંગ્રેસ વારંવાર તુટતી હોવાથી પ્રદેશ માળખામાં ફેરફારના સંકેત, પ્રદેશ પ્રમુખ કે વિપક્ષના નેતા બદલાવાની શક્યતા
Follow Us:
| Updated on: Jul 03, 2020 | 12:31 PM

ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ વારંવાર તુટી રહ્યો હોવાથી દિલ્લી સ્થિત હાઈકમાન્ડ પ્રદેશ નેતાગીરીથી નારાજ છે. ગુજરાતમાં કોંગ્રેસના ચિન્હ ઉપર ચૂટાયેલા ધારાસભ્યો એક યા અન્ય બહાને પક્ષમાંથી રાજીનામુ આપીને ચાલતી પકડે છે. આવી સ્થિતિ 2017થી ચાલી આવે છે. પરંતુ કોંગ્રેસની પ્રદેશ નેતાગીરી, ગુજરાતમાં કોંગ્રેસને તુટતી બચાવવામાં વામણી પૂરવાર થઈ છે. ત્યારે દિલ્લી સ્થિત કોંગ્રેસ હાઈકમાન્ડ ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિથી નારાજ છે. સૂત્રોના કહેવા મુજબ પ્રદેશ પ્રમુખ અને ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા વચ્ચે સંકલનના અભાવની સીધી અસર પક્ષના ધારાસભ્યો ઉપર વર્તાઈ છે. જેના કારણે ટુંક જ સમયમાં પ્રદેશ પ્રમુખ અને ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા કોઈ બેમાંથી એક કે બન્નેની હકાલપટ્ટી થઈ શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">