મહારાષ્ટ્રમાં શિવસેના અને રાજયપાલ આમને સામને, શિવસેનાએ કરી ગવર્નરને પરત બોલાવવાની માંગ

મહારાષ્ટ્રમાં શિવસેના અને રાજયપાલ આમને સામને, શિવસેનાએ કરી ગવર્નરને પરત બોલાવવાની માંગ

Shiv Sena  અને મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી વચ્ચેનો તણાવ વધતો જઇ રહ્યો છે. મહારાષ્ટ્ર સરકારનો આરોપ છે કે રાજ્યપાલ ભાજપને અનુસરી રહ્યા છે

Chandrakant Kanoja

| Edited By: Utpal Patel

Feb 13, 2021 | 3:38 PM

Shiv Sena  અને મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી વચ્ચેનો તણાવ વધતો જઇ રહ્યો છે. મહારાષ્ટ્ર સરકારનો આરોપ છે કે રાજ્યપાલ ભાજપને અનુસરી રહ્યા છે તેમજ પાર્ટીએ એમ પણ કહ્યું છે કે જો કેન્દ્ર સરકાર બંધારણની ગરિમા જાળવવા માંગે છે તો તેમને પાછા બોલાવવા જોઈએ. શિવસેનાનું કહેવું છે કે મહા વિકાસ અધાડી (MVA) સરકાર સ્થિર અને મજબૂત છે અને રાજ્ય સરકારને નિશાન બનાવવા કેન્દ્ર રાજ્યપાલનો ઉપયોગ કરી શકશે નહીં.

Shiv Sena  એ તેના મુખપત્ર સામના ના એક સંપાદકીયમાં કહ્યું હતું કે, રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી ફરી  ચર્ચામાં છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી રાજકારણમાં છે. તેઓ કેન્દ્રીય પ્રધાન હતા અને ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પણ. જોકે, તે મહારાષ્ટ્રના રાજ્યપાલ બન્યા ત્યારથી તે હંમેશા  ચર્ચામાં  રહે છે અથવા વિવાદોમાં ઘેરાયેલા છે.

થોડા દિવસો પહેલા મહારાષ્ટ્ર સરકાર અને રાજ્યપાલ કોશયારી વચ્ચેનો વિવાદ ચર્ચામાં આવ્યો  હતો. જેમાં મહારાષ્ટ્ર સરકારે તેમને ઉત્તરાખંડ જવા માટે વિમાન આપવાની ના પાડી હતી. સરકારે કહ્યું કે ખાનગી મુસાફરી માટે વિમાનની સુવિધા આપવામાં આવશે નહીં. તે જ સમયે કોશીયારીએ કહ્યું કે તે વ્યક્તિગત મુલાકાત માટે નથી જતા.

સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે, “તે હંમેશા વિવાદમાં કેમ રહે છે તે એક પ્રશ્ન છે.” તાજેતરમાં તેઓ રાજ્ય સરકારના વિમાનના ઉપયોગ અંગેના સમાચારમાં હતા. રાજ્યપાલ સરકારી વિમાન દ્વારા દહેરાદૂન જવા ઇચ્છતા હતા, પરંતુ સરકારે મંજૂરી નહોતી આપી. ગુરુવારે સવારે તે વિમાનમાં સવાર થયા પણ વિમાનને ઉડવાની મંજૂરી ના મળતા તેમણે કોમર્શિયલ ફ્લાઇટમાં દેહરાદૂન જવું પડ્યું હતું.

Shiv Sena  એ કહ્યું કે વિપક્ષ ભાજપ તેને મુદ્દો બનાવી રહી છે. તેમણે પૂછ્યું કે જ્યારે સરકારે વિમાન ઉડવાની મંજૂરી ન આપી હોય તો તેમણે વિમાનમાં કેમ બેસવું જોઇએ.તંત્રીલેખમાં જણાવ્યું હતું કે આ રાજ્યપાલની વ્યક્તિગત મુલાકાત છે અને કાયદા અનુસાર રાજ્યપાલ જ નહીં પરંતુ મુખ્યમંત્રી પણ આવા હેતુઓ સરકારી વિમાનનો ઉપયોગ કરી શકતાનથી. મુખ્યમંત્રી કાર્યાલય કાયદા પ્રમાણે કાર્ય કરે છે.

શિવસેનાએ  પૂછ્યું કે વિપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે રાજ્ય સરકાર પર ઘમંડી હોવાનો આરોપ લગાવ્યો. દેશ જાણે છે કે અહંકારનું રાજકારણ કોણ કરે છે. દિલ્હીની સરહદો પર ત્રણ નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન 200 થી વધુ ખેડૂતોના મોત થયા હોવા છતાં સરકાર કાયદો પાછો ખેંચવા માટે તૈયાર નથી. શું આ અહંકાર નથી?

તેમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યપાલે વિપક્ષની નહીં પણ સરકારના એજન્ડાને અનુસરવું જોઈએ. શિવસેનાએ રાજ્યના પ્રધાનમંડળ દ્વારા તેના ક્વોટામાંથી વિધાન પરિષદમાં 12 નામોની ભલામણને મંજૂરી આપવામાં વિલંબની પણ ટીકા કરી હતી. તેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે રાજ્યપાલ કઠપૂતળીની જેમ વર્તે છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રના રાજ્યપાલ આદરણીય વ્યક્તિ છે. પરંતુ તેની સાથે હોદ્દાની પ્રતિષ્ઠા જાળવવાની પણ તેમની જવાબદારી છે. જો કેન્દ્રીય ગૃહ મંત્રાલય બંધારણ અને કાયદાના નિયમો જાળવવા ઇચ્છે છે તો તે રાજ્યપાલને પાછો બોલાવવા જોઇએ.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati