Maharashtra: PM મોદી અને શરદ પવાર વચ્ચેની બેઠક પૂર્ણ, શું ભાજપ કોંગ્રેસનું સ્થાન લેશે ?

મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલ પાથલના એંધાણ વર્તાઇ રહ્યા છે.ત્યારે, PM મોદી અને શરદ પવાર વચ્ચે થયેલી બેઠકને પગલે મહારાષ્ટ્રમાં સતા પરિવર્તનની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

Maharashtra:  PM મોદી અને શરદ પવાર વચ્ચેની બેઠક પૂર્ણ, શું ભાજપ કોંગ્રેસનું સ્થાન લેશે ?
PM Modi meet Sharad Pawar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2021 | 5:38 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એનસીપીના પ્રમુખ શરદ પવાર (Sharad Pawar) વચ્ચે આજે બેઠક યોજાઈ હતી. વડાપ્રધાન કાર્યાલયમાં યોજાયેલી આ બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી. આ બેઠક બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ચર્ચાઓએ વેગ પકડ્યો છે.

મહત્વનું છે કે,PM મોદી અને શરદ પવાર વચ્ચેની બેઠક પહેલા પિયુષ ગોયલે(Piyush Goyel) પણ શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. મહારાષ્ટ્રના રાજકારણની(Politics) ગતિવિધિઓ તેજ બની છે. કારણ કે, દેવેન્દ્ર ફડણવીસે  પણ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી. અને તે શરદ પવારને પણ મળ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

અગાઉ PM મોદી અને શરદ પવાર મળ્યા, ત્યારે ત્રણ દિવસની બની હતી સરકાર

PM મોદી અને પવાર બેઠકથી મહારાષ્ટ્રના રાજકારણમાં નવા જુનીનાં એંધાણ વર્તાય રહ્યા છે. છેલ્લે જ્યારે PM નરેન્દ્ર મોદી અને શરદ પવાર મળ્યા. ત્યારે 80 કલાકની સરકાર બનાવવામાં આવી હતી. જેમાં દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી(Chief Minister) અને અજિત પવારે નાયબ મુખ્યમંત્રી (Deputy Chief Minister) પદના શપથ લીધા હતા. જો કે,આજે PM મોદી અને શરદ પવારની બેઠકમાં ચર્ચા થયેલા વિષયો અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી સામે આવી નથી. જોકે,વડાપ્રધાન કાર્યાલય તરફથી આ બેઠકની તસવીર જાહેર કરવામાં આવી છે.

આ મામલે NCP ના પ્રવક્તા નવાબ મલિકે પ્રેસ કોન્ફરન્સ(Press Conference) કરીને જણાવ્યું હતું કે,”RBIદ્વારા નિયમોમાં ફેરફાર થયા પછી સહકારી બેંકોની સ્વાયતતાને અસર થઈ છે. શરદ પવાર ઘણા દિવસોથી આ મામલે PM મોદી સાથે વાત કરવા ઈચ્છતા હતા.”

શું ભાજપ સતામાં આવશે?

PM મોદી અને શરદ પવાર વચ્ચેની બેઠકને લઈને  ચર્ચાએ વેગ પકડ્યો છે.ત્યારે, એક અહેવાલ મુજબ, શરદ પવાર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેના નિવેદનોથી ખૂબ નારાજ છે. અને  મહાવિકાસ અઘાડી સરકાર ભાજપને સમર્થન કરીને કોંગ્રેસ સરકારને હટાવવાની ફિરાકમાં છે. અને એ જ બાબતોને લઈને કાલે દિલ્હીમાં PM મોદીએ  દેવેન્દ્ર ફડનવીસ (Devendra Fadanvis)સાથે મુલાકાત કરી હતી. જો કે,એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે આ વાતને નકારી હતી.

મહત્વનું છે કે, મહારાષ્ટ્રમાં હાલ રાજકારણની ગતિવિધિઓ તેજ બની છે.ત્યારે PM મોદી અને શરદ પવાર વચ્ચેની બેઠક બાદ મહારાષ્ટ્રની સરકારમાં નવા જુનીનાં એંધાણ વર્તાય રહ્યા છે.

 આ પણ વાંચો : Karnataka Political Crises: CM યેદિયુરપ્પાની અમિત શાહ સાથેની બેઠક પૂર્ણ, CM પદ છોડવાનું નક્કી

આ પણ વાંચો : Madhya Pradesh: PM મોદીએ વિદિશા ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું, મૃતકોના પરિવારજનોને આર્થિક સહાયની કરી જાહેરાત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">