જાણો મહારાષ્ટ્ર-હરિયાણાની બેઠક પર કેટલું થયું મતદાન અને Exit Pollમાં કોને કેટલી બેઠક

જાણો મહારાષ્ટ્ર-હરિયાણાની બેઠક પર કેટલું થયું મતદાન અને Exit Pollમાં કોને કેટલી બેઠક

મહારાષ્ટ્રમાં ફરી એકવાર ફડણવીસ સરકાર. આ પરિણામ તો નથી. પરંતુ એગ્ઝિટ પોલ અનુસાર મહારાષ્ટ્રમાં ફરી એકવાર ભાજપ-શિવસેનાની સરકાર બની શકે છે. મહારાષ્ટ્રમાં મતદાન પૂર્ણ થઇ ગયું છે. 2014 કરતા ઘણું ઓછું મતદાન થયું. મતદાન પ્રત્યે મહારાષ્ટ્રના લોકોમાં ઉદાસીનતા જોવા મળી. જેથી કુલ મતદાન 55 ટકાની આસપાસ છે. તેમાં પણ મુંબઇની વાત કરીએ તો, અહીં પણ […]

TV9 Webdesk12

|

Oct 21, 2019 | 2:09 PM

મહારાષ્ટ્રમાં ફરી એકવાર ફડણવીસ સરકાર. આ પરિણામ તો નથી. પરંતુ એગ્ઝિટ પોલ અનુસાર મહારાષ્ટ્રમાં ફરી એકવાર ભાજપ-શિવસેનાની સરકાર બની શકે છે. મહારાષ્ટ્રમાં મતદાન પૂર્ણ થઇ ગયું છે. 2014 કરતા ઘણું ઓછું મતદાન થયું. મતદાન પ્રત્યે મહારાષ્ટ્રના લોકોમાં ઉદાસીનતા જોવા મળી. જેથી કુલ મતદાન 55 ટકાની આસપાસ છે. તેમાં પણ મુંબઇની વાત કરીએ તો, અહીં પણ મતદાન કેન્દ્રોમાં ફિલ્મી સિતારાઓ તો જોવા મળ્યા, પરંતુ સામાન્ય લોકોની હાજરી પાખી જોવા મળી.

આ પણ વાંચોઃ ગુજરાતની 6 બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન પૂર્ણ…જાણો કઈ બેઠક પર કેટલું મતદાન

મતદાન ઓછું છતાં એગ્ઝિટ પોલ અનુસાર સત્તા પરિવર્તનના કોઇ એંધાણ નથી. જોઇએ એગ્ઝિટ પોલ અનુસાર કોને કેટલી બેઠકો મળી શકે છે. ભાજપને મહારાષ્ટ્રમાં મળી શકે છે 123 બેઠકો તો ભાજપના સાથી પક્ષ એવા શિવસેનાને મળી શકે છે 74 બેઠક. તો કોંગ્રેસને 40, જ્યારે એનસીપીને મળી શકે છે 35 બેઠકો. તો 16 એવી બેઠકો છે જે અન્યના ખાતામાં જઇ શકે છે.

હરિયાણામાં 90 બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી. આ તમામ બેઠક પર મતદાન પૂર્ણ થઈ ગયું છે. હરિયાણામાં 6 વાગ્યા સુધી 61.62 ટકા સુધી મતદાન થયું છે. જો કે સામાન્ય બબાલ સિવાય સંપૂર્ણ રીતે શાંત વાતાવરણમાં મતદાન પૂરુ થયું છે.

હરિયાણાંમાં કુલ મતદાતાઓની સંખ્યા 1,82,825,70 છે. હરિયાણાની 90 બેઠક પર કુલ 1169 ઉમેદવાર છે. જેમાંથી મહિલા ઉમેદવારની સંખ્યા 104 છે. આ તમામ બેઠક પર ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. જ્યારે BSPએ 87 બેઠક પર અને ઈનેલોએ 81 બેઠક પર ઉમેદવાર ઉતાર્યા છે. ભાકપાના 4, માકપાના 7 ઉમેદવાર છે. તો અપક્ષ ઉમેદવારોની સંખ્યા 434 છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati