લો બોલો, ભાજપના નેતાનો નવો શોખ, શબવાહિનીઓને રોકી, તેની સાથે ફોટા પડાવ્યા

મધ્ય પ્રદેશના (Madhya Pradesh) બીજેપીના (BJP) ઉપાધ્યક્ષ આલોક શર્મા શબ વાહિની સાથે ફોટો પડાવીને વિવાદોમાં સંપડાયા છે.

લો બોલો, ભાજપના નેતાનો નવો શોખ, શબવાહિનીઓને રોકી, તેની સાથે ફોટા પડાવ્યા
મધ્યપ્રદેશ બાજપના નેતા શબવાહિનીઓને રોકીને તેની સાથે ફોટા પડાવતા હોવાથી સર્જાયો વિવાદ

મધ્ય પ્રદેશના (Madhya Pradesh) બીજેપીના (BJP) ઉપાધ્યક્ષ આલોક શર્મા શબ વાહિની સાથે ફોટો પડાવીને વિવાદોમાં સંપડાયા છે. કોરોનાની આ ભયાનક સ્થિતીમાં જ્યારે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે. ઓક્સિજન અને શબ વાહિનીઓની પણ અછત સર્જાય રહી છે તેવામાં આલોક શર્માએ સોમવારે ભોપાલની હોસ્પિટલો માટે 6 શબ વાહિનીઓ પ્રદાન કરી હતી. પરંતુ આ વાહનોની સાથે તેમણે ફોટોઝ લઇને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા જે બાદ વિવાદ સર્જાયો હતો.

શબ વાહિની સાથે ફોટો શેયર કરીને આલોક શર્માએ ટ્વિટર પર લખ્યુ કે ‘મિત્રો આ સંકટના સમયમાં એક બીજાની મદદ કરવી જોઇએ. આજ ભાવનાના કારણે હોસ્પિટલોમાં શવ વાહિનીઓની અછત જોતા 6 શવ વાહિનીઓની વ્યવસ્થા કરી છે. વિવિધ હોસ્પિટલો દ્વારા તેની મફત સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે’. આની પહેલા ઇંદોરના ભાજપના મંત્રી તુલસી રામ સિલાવત દ્વારા જ્યારે ઓક્સિજન ટેંકરની પુજા અને નારિયેળ ફોડતાં ફોટો સામે આવ્યા હતા ત્યારે પણ ભારે વિવાદ સર્જાયો હતો. અને તેમની ખૂબ આલોચના થઇ હતી.

કોરોનાને લઇને રાજકીય પક્ષો શરૂઆતથી જ રાજકારણ રમતાં જોવા મળી રહ્યા છે તેવામાં હવે આલોક શર્મા દ્વારા આ ફોટોઝ સોશિયલ મીડિયા પર મુકાતા ફરી રાજકારણ ગરમ થયુ છે. કૉંગ્રેસે આરોપ લગાડ્યો છે કે શર્માના આ કાર્યક્રમ દરમિયાન શબ વાહનોને રોકી રાખવામાં આવ્યા હતાં. મધ્ય પ્રદેશ કૉંગ્રેસના પ્રવક્તા નરેન્દ્ર સલૂજે લખ્યુ કે ‘શરમ કરો બેશરમ લોકો’ ? ઇંદોરમાં ઓક્સિજન ટેંકરોને કલાકો સુધી રોકીને ભાજપના નેતાઓએ ખૂબ ફોટોઝ ખેંચાવ્યા અને હવે ભોપાલના આલોક શર્માની શબ વાહિનીઓ સાથે ફોટોબાઝી ? ઇંદોરમાં બની રહેલા કોવિડ કેર સેન્ટર પર ભાજપા નેતાઓની મુલાકાત ? આપદાના સમયમાં પણ અવસર-ફોટોબાઝી ?

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati