વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીન સંસદીય ક્ષેત્ર અમેઠીમાં પહોંચ્યા હતા. જેમાં તેમણે કોંગ્રેસ અધ્યક્ષ પર કટાક્ષ કરતાં કહ્યું કે, રાહુલ ગાંધી ફરી ફરીને મેડ ઇન ઉજ્જૈન, મેડ ઇન ઈન્દોર જેવી વાતો કરે છે પરંતુ આ મોદી છે જેમણે મેડ ઇન અમેઠી સાચું કરી દેખાડ્યું છે. મોદી અમેઠીમાં ક્લાશનિકોવ-203 રાઇફલોનું નિર્માણ કરેલી ફેક્ટરીનું લોકાર્પણ કરવા માટે પહોંચ્યા હતા.
આ પણ વાંચો : શું વિંગ કમાન્ડર અભિનંદનના શરીરમાં પાકિસ્તાને લગાવી હતી ચિપ ? શારીરિક તપાસ થઈ પૂર્ણ, તપાસ બાદ સામે આવી અન્ય ઇજાઓ
જેમાં 1500 લોકોને રોજગાર મળવાની વાત કરવામાં આવી હતી. પરંતુ અમેઠીના લોકોને છતરવામાં આવ્યા છે અને માત્ર 200 લોકોને જ રોજગારી આપવામાં આવી છે. મોદીએ રાહુલ ગાંધી પર વાર કરતાં કહ્યું કે, દુનિયામાં રોજગારની વાતો કરતાં લોકોએ અમેઠીના યુવાનોને જ છેતરયાં છે. મોદીએ કહ્યું કે, 8-9 વર્ષ પહેલાં આ કામ શરૂ થઈ જવું જોઇતું હતું.
PM Modi: Kuch log duniya mein ghomte-ghoomte batate hain 'Made in Ujjain', 'Made in Jaipur', Made in Jaisalmer'…bhashan karte hain. Unke bhashan hi reh jate hain. Yeh Modi hai, ab 'Made in Amethi' AK-203 rifle hogi.#ModiInAmethi pic.twitter.com/wi2G5zJgMj
— Tv9 Gujarati (@tv9gujarati) March 3, 2019
કોંગ્રેસ લાંબા સમયથી રાફેલ મુદ્દા પર કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. જેના પર મોદી એ કહ્યું કે, અમારી જ સરકારના સમયમાં જ રાફેલ વિમાન આકાશમાં ઉડતી દેખાશે. જેના કારણે હવે સેનાને મુશ્કેલી થશે નહીં. વડાપ્રધાન મોદીએ સાથે જ સબકા સાથ સબકા વિકાસની વાત પર કહ્યું કે, અમેઠીમાં તેનું સ્પષ્ટ ઉદાહરણ જોવા મળી રહ્યું છે.
PM Narendra Modi in Amethi: Some people have the habit of forgetting the public after getting votes. They want to keep the poor in poverty so they can say 'gareebi hatao' generation after generation. We are giving strength to the poor to bring them out of poverty.#ModiInAmethi pic.twitter.com/a29Oiysycy
— Tv9 Gujarati (@tv9gujarati) March 3, 2019
આ કાર્યક્રમમાં રાહુલ ગાંધી ચોર છે નારાં પણ લાગ્યા હતા. પીએમ મોદીએ અમેઠીમાં રૂ. 538 કરોડના પ્રોજેક્ટ પણ લોન્ચ કર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીની સાથે રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ, ઉ.પ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની પણ સાથે હતાં. વડાપ્રધાન મોદીની પહેલી જ આ પ્રકારની અમેઠીમાં રેલી હતી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]