રાજનીતિમાં પશ્વિમથી થયો સૂર્યોદય, સૌથી મોટાં ‘જાની દુશ્મન’ માયાવતી-મુલાયમ થઈ ગયા એક, મુલાયમ માટે પ્રચાર કરશે માયાવતી, પોતે ચૂંટણી પણ લડશે નહીં

રાજનીતિમાં પશ્વિમથી થયો સૂર્યોદય, સૌથી મોટાં 'જાની દુશ્મન' માયાવતી-મુલાયમ થઈ ગયા એક, મુલાયમ માટે પ્રચાર કરશે માયાવતી, પોતે ચૂંટણી પણ લડશે નહીં

લોકસભાની ચૂંટણી પહેલાં નવા નવા ગઠબંધન બની રહ્યા છે ત્યારે બહુજન સમાજ પાર્ટીના વરિષ્ઠ નેતા માયાવતી 1995 ગેસ્ટ હાઉસ કાંડને ભૂલીને પોતાના કટ્ટર વિરોધી અને સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ માટે મત માંગતા જોવા મળશે. લોકસભાની ચૂંટણી સમયે એસપી, બીએસપી અને આરએલડી મહાગઠબંધન કરી રહ્યું છે. જેમાં અખિલેશ યાદવ અને માયાવતી 12 રેલીઓને સંબોધશે. #BreakingNews […]

Parth_Solanki

|

Mar 15, 2019 | 9:24 AM

લોકસભાની ચૂંટણી પહેલાં નવા નવા ગઠબંધન બની રહ્યા છે ત્યારે બહુજન સમાજ પાર્ટીના વરિષ્ઠ નેતા માયાવતી 1995 ગેસ્ટ હાઉસ કાંડને ભૂલીને પોતાના કટ્ટર વિરોધી અને સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ માટે મત માંગતા જોવા મળશે. લોકસભાની ચૂંટણી સમયે એસપી, બીએસપી અને આરએલડી મહાગઠબંધન કરી રહ્યું છે. જેમાં અખિલેશ યાદવ અને માયાવતી 12 રેલીઓને સંબોધશે.

ખાસ વાત એ છેકે 19 એપ્રિલના મૈનપુરીમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં મુલાયમ સિંહ યાદવ સાથે સ્ટેજ પર બીએસપી સુપ્રીમો માયાવતી પણ જોવા મળી શકે છે. ભારતીય રાજકારણની આ સૌથી રસપ્રદ તસ્વીરોમાંથી એક રહેશે. એટલું નહીં માયાવતીએ ચૂંટણી લડશે નહીં તેવી જાહેરાત કરી છે. 24 વર્ષ પછી આ પ્રકારની ઘટના જોવા મળી રહી છે.

આ પણ વાંચો : ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચની મસ્જિદમાં ગોળીબાર, 40 લોકોના મોત, 1 મહિલા સહિત 4 લોકોની અટકાયત, એર ન્યૂઝીલેન્ડે પોતાની ફ્લાઇટો રદ્દ કરી

વર્ષ 1992માં મુલાયમ સિંહ યાદવે જનતા દળની અલગ થઈને સમાજવાદી પાર્ટી બનાવી દીધી હતી. આ પછી 1993માં ભાજપને રોકવા માટે બહુજન સમાજ પાર્ટી સાથે હાથ મિલાવીને સરકાર બનાવી હતી. જો કે તેમાં પણ માયાવતી શામેલ થઈ ન હતી. જો કે આ ગઠબંધન લાંબુ ચાલ્યું ન હતું અને 2 જૂન 1995માં બીએસપીએ પોતાનું સમર્થન પાછું લઇ લીધું હતું. આ પછી મુલાયમ સરકાર જ પડી ભાંગી હતી અને તેને સત્તા ગુમાવી પડી હતી.

શું છે ગેસ્ટ હાઉસ કાંડ ? 

આ પછી મુલાય સિંહ યાદવ સરકાર બચાવવા માટે ધારસભ્યોની સાથે જોડ-તોડનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ સમાજવાદી પાર્ટીથી નારાજ ધારાસભ્યો અને કાર્યકર્તા મીરાબાઇ માર્ગ પર આવેલા સ્ટેટ ગેસ્ટ હાઉસમાં પહોંચી ગયા હતા. જ્યાં એક રૂમમાં માયાવતી સાથે કેટલાંક લોકોએ છેડતી કરી હોવાની વાત સામે આવી હતી. જેના પર એફઆઇઆર નોંધવામાં આવી હતી. અને સમાજવાર્દી પાર્ટી પર માયાવતીએ જાનથી મારી નાખવાનો આરોપ લગાવ્યો હતો. આ સમગ્ર ઘટના યુપી સહિત સમગ્ર દેશમાં ગેસ્ટ હાઉસ કાંડ તરીકે પ્રચલિત થઇ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati