લોકસભાની ચૂંટણી પહેલાં ગોવામાં ભાજપ માટે સંકટના વાદળ, કોંગ્રેસે રજુ કર્યો સરકાર બનાવવાનો દાવો

એક તરફ સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી માટેની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ભાજપને ગોવામાં મોટો આંચકો લાગી શકે છે. દિલ્હીમાં ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજી રહ્યું છે ત્યારે ગોવામાં કોંગ્રેસે સરકાર બનાવવાનો દાવો રાજ્યના રાજ્યપાલ મૃદુલા સિન્હાને પત્ર લખીને કર્યો છે. કોંગ્રેસે ભાજપના નેતૃત્વવાળી ગઠબંધન સરકારને બરખાસ્ત કરવાની માંગણી કરી છે અને કહ્યું છે, […]

લોકસભાની ચૂંટણી પહેલાં ગોવામાં ભાજપ માટે સંકટના વાદળ, કોંગ્રેસે રજુ કર્યો સરકાર બનાવવાનો દાવો
Follow Us:
Parth Solanki
| Edited By: | Updated on: Mar 21, 2019 | 11:05 AM

એક તરફ સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી માટેની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ભાજપને ગોવામાં મોટો આંચકો લાગી શકે છે. દિલ્હીમાં ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજી રહ્યું છે ત્યારે ગોવામાં કોંગ્રેસે સરકાર બનાવવાનો દાવો રાજ્યના રાજ્યપાલ મૃદુલા સિન્હાને પત્ર લખીને કર્યો છે.

કોંગ્રેસે ભાજપના નેતૃત્વવાળી ગઠબંધન સરકારને બરખાસ્ત કરવાની માંગણી કરી છે અને કહ્યું છે, તેમની પાસે વિધાનસભામાં પૂર્ણ બહુમત છે. કોંગ્રેસે સરકાર બનાવવાનો દાવો રજુ કરતાં કહ્યું કે, અમે રાજ્યમાં ધારાસભ્યોની સંખ્યાના મામલે સૌથી મોટો પક્ષ છીએ. જેથી અમને સરકાર બનાવવા માટે અવસર મળવો જોઇએ.

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

ગોવા કોંગ્રેસે પોતાના પત્રમાં લખ્યું છે કે, ગોવાની સરકાર હાલમાં અલ્પ સંખ્યામાં છે અને કોંગ્રેસ તે સ્થિતિમાં સૌથી મોટા પક્ષ તરીકે સામે આવી રહ્યું છે. જેથી સરકાર બનાવવા માટે આમંત્રણ મળવું જોઇએ. એટલું જ નહીં કોંગ્રેસે હાલની રાજ્યની સ્થિતિને જોતાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની પણ માંગણી કરી છે.

આ પણ વાંચો : કોણ છે એ ચા વાળા જેમણે વડોદરાથી ભાજપ પાસે માંગી લોકસભાની ટિકિટ ?, જેમનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે છે ખાસ સંબંધ

ઘણાં સમયથી કોંગ્રેસ તરફથી એવી માંગણી કરવામાં આવી રહી છે કે, મુખ્યમંત્રી મનોહર પર્રિકર ગંભરી રીતે બિમાર છે તો તેમના સ્થાન પર અન્ય કોઇ વ્યક્તિને મુખ્યમંત્રી બનાવવા જોઇએ અથવા તો કોંગ્રેસને સરકાર બનવાવ માટે મોકો આપવો જોઇએ.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">