Local Body Polls 2021: અમદાવાદ કોર્પોરેશન જીતવા પૂર્વ વિસ્તારો નક્કી કરશે દિશા અને દશા

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી 21 ફેબ્રુઆરીએ યોજાવાની છે. આ વખતે કોણ સત્તાનું સુકાન સંભાળશે તે પૂર્વ અમદાવાદની બેઠકો પરથી નક્કી થશે.

Local Body Polls 2021: અમદાવાદ કોર્પોરેશન જીતવા પૂર્વ વિસ્તારો નક્કી કરશે દિશા અને દશા
અમદાવાદ કોર્પોરેશન જીતવા પૂર્વ વિસ્તારો નક્કી કરશે દિશા અને દશા
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jan 24, 2021 | 12:33 PM

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી 21 ફેબ્રુઆરીએ યોજાવાની છે. આ વખતે કોણ સત્તાનું સુકાન સંભાળશે તે પૂર્વ અમદાવાદની બેઠકો પરથી નક્કી થશે. છેલ્લી 3 ચૂંટણીમાં પશ્ચિમના વિસ્તારમાં કોંગ્રેસનું પ્રદર્શન સાવ નબળુ રહ્યું છે અને ભાજપે કલિનસ્વિપ કરી હતી. નવી અનામત નીતિને કારણે સંખ્યાબંધ સીટિંગ કોર્પોરેટરોની ટિકીટ કપાઈ શકે છે. ભાજપ પાંચથી વધુ ટર્મથી ચુટાતા કોર્પોરેટરની ટિકીટ કાપી શકે છે.

ભાજપમાં અમિત શાહ, આનંદીબેન જૂથના ઉમેદવારો પર સિક્કા લાગે છે. ભાજપમાં આજે પણ આનંદીબેન અને અમિત શાહના નજીકના ગણાતા કેટલાક કોર્રપોરેટરો છે. અને આ ચૂંટણીમાં આ બાબત પણ જોવા મળશે.

કોંગ્રેસમાં માનીતાઓ માટે ખેંચતાણ પરિણામ પર અસર કરી શકે છે. મયુનિ. કોંગ્રેસ વિરોધપક્ષના નેતાપદ માટે ચાર ધારાસભ્યો વચ્ચે ગજગ્રાહ થયો હતો. બે ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલાએ વિપક્ષી નેતા નહી બદલવા દબાણ કર્યું હતું. જ્યારે શૈલષ પરમાર, હિંમતસિંહ પટેલના લોકોએ વિરોધપક્ષના નેતાનું પદ હાંસલ કર્યું હતું.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

પૂર્વ અમદાવાદમાં પાયાની સુવિધાનો આભાવ પૂર્વમાં વિકાસ માટે લોકોને સતત સંધર્સ કરવો પડી રહ્યો છે. તેમજ અનેક વિસ્તાર એવા છે જયા રોડના પણ ઠેકાણા નથી. આ વિસ્તારમાં વસતીના પ્રમાણમાં ગરીબી ઉપરાંત અન્ય રાજ્યોમાંથી સ્થળાંતરિત થયેલા નાગરિકોની સંખ્યા વધારે છે.

પશ્ચિમ વિસ્તારમાં રોડ અને પાણીનો પ્રશ્ર છે નવા પશ્ચિમ વિસ્તારમાં બે ભાગ પડયા છે પણ સુવિધા કોઈ પણ પ્રકારની છે નહી. નવા પશ્ચિમ વિસ્તારમાં અનેક વિસ્તારોને હજુ પાણી, ગટર, નળ ની સમસ્યા સતાવી રહી છે. ચોમાસા દરમિયાન ખરાબ થયેલા રોડની ગંભીર સમસ્યા છે. પૂર્વ વિસ્તારમાં બે વખત પાણી આવે છે જ્યારે નવા પશ્ચિમ ઝોનમાં એક વખત પાણી આપવામાં આવે છે.

એઆઇએમઆઇએમ પાર્ટી 15 વોર્ડમાંથી ચૂંટણી લડશે અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે ઓવૈસીનો પક્ષ એઆઈએમઆઇએમ પાર્ટીએ પણ 15 વોર્ડમાંથી ચૂંટણી લડશે. પાર્ટીના પ્રદેશ પ્રમુખ સાબીર કાબલીવાલાએ સ્પષ્ટ કર્યું હતું કે, તેમને પક્ષ ભાજપની ‘બી’ ટીમ નહી પણ ભાજપની સામે લડવા માટે ગુજરાતમા આવ્યો છે. ઔવેશી પણ આગામી દિવસોમાં અમદાવાદ આવશે. પાર્ટી અમદાવાદ ઉપરાંત બરુચમાં પણ ચૂંટણી લડશે.

2015માં કોંગ્રેસ ફકત 41 બેઠક જીતી હતી જ્યારે બે ચૂંટણીમાં ભાજપ 150 થી વધુ બેઠક જીત્યું છે

પૂર્વની બેઠકો 120 પશ્ચિમની બેઠકો 72 કુલ બેઠક 192

પક્ષ અને વર્ષ પ્રમાણે જીતનાં આંકડા

પક્ષ                       2015        2010         2005 ભાજપ                   151          151             92 કોંગ્રેસ                    41           38              32 એનસીપી               0             1                0 અપક્ષ                    0             2                1

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">