LOCAL BODY ELECTION : એક જ દિવસે મતગણતરી યોજવા હાઇકોર્ટમાં અરજી, ચૂંટણી પંચ-રાજય સરકારને નોટિસ

LOCAL BODY ELECTION : સ્થાનિક ચૂંટણીઓમાં મતગણતરીના દિવસને લઇને હાઇકોર્ટમાં એક પિટિશન દાખલ કરવામાં આવી છે.

| Updated on: Feb 02, 2021 | 3:51 PM

LOCAL BODY ELECTION : સ્થાનિક ચૂંટણીઓમાં મતગણતરીના દિવસને લઇને હાઇકોર્ટમાં એક પિટિશન દાખલ કરવામાં આવી છે. જેને હાઇકોર્ટે પ્રાથમિક રીતે સ્વીકારી લીધી છે. પિટિશનમાં અરજ કરવામાં આવી છે કે, ‘સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની મતગણતરી એક જ દિવસે થવી જોઇએ’. હાઇકોર્ટે આ પિટિશનને ધ્યાનમાં લઇને ચૂંટણી પંચ અને રાજ્ય સરકારને નોટિસ ઇશ્યુ કરી છે. તથા 6 ફેબ્રુઆરી સુધીમાં બંને પાસેથી સોગંદનામા પર જવાબ રજૂ કરવા હુકમ ફરમાવ્યો છે. આ મામલે 9 ફેબ્રુઆરીએ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">