local body Election 2021: ચૂંટણીનાં ચક્કરમાં પીસાયા એક પતિ અને બે પત્નિ વચ્ચેનાં સંબંધ, એક ભાજપમાં એક કોંગ્રેસમાં

local body Election 2021:  જો કોંગ્રેસમાંથી પ્રચાર કરવા ગઇ તો પતિ પત્ની તરીકેના સંબંધો પૂર્ણ થઇ જશે. આ ખુલ્લી ધમકી આપી છે એક પતિએ ચૂંટણી લડી રહેલી પત્નીને. વાત છે પોરબંદર જિલ્લાની પોરબંદર જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષ કેશુ સીડા બે પત્નીના પતિ છે.

| Updated on: Feb 19, 2021 | 7:58 AM

local body Election 2021:  જો કોંગ્રેસમાંથી પ્રચાર કરવા ગઇ તો પતિ પત્ની તરીકેના સંબંધો પૂર્ણ થઇ જશે. આ ખુલ્લી ધમકી આપી છે એક પતિએ ચૂંટણી લડી રહેલી પત્નીને. વાત છે પોરબંદર જિલ્લાની પોરબંદર જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષ કેશુ સીડા બે પત્નીના પતિ છે. કેશુ સીડાની પ્રથમ પત્ની પોરબંદર નગરપાલિકાના વોર્ડ નંબર-3માં ભાજપની ઉમેદવાર છે જ્યારે બીજી પત્ની શાંતિ સોરઠીયા પણ આ જ વોર્ડમાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહી છે. જોકે શાંતિ સોરઠીયા નામની પત્નીએ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવતા કેશુ સીડાનો પિત્તો ગયો અને ફોન કરીને શાંતિ સોરઠીયાને ચૂંટણી ન લડવા ધમકી આપી. કેશુ સીડાએ સ્પષ્ટ શબ્દોમાં ધમકી આપી કે જો કોંગ્રેસ વતીથી ચૂંટણી પ્રચાર કર્યો તો પતિ પત્ની તરીકેના તમામ સંબંધો પર પૂર્ણવિરામ લાગી જશે.

જોકે મામલો માત્ર ધમકીથી જ ન અટક્યો કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલી પત્નીને અટકાવવા માટે કેશુ સીડાએ ઘર પર હુમલો કરાવ્યાનો આરોપ બીજી પત્ની શાંતિ સોરઠીયાએ લગાવ્યો. જોકે શાંતિ સોરઠીયાના તમામ આરોપો પતિ કેશુ સીડાએ ફગાવ્યા અને દોષનો ટોપલો અન્ય રાજકીય નેતા પર ઢોળ્યો. આમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ એક પરિવાર માટે ઘર કંકાસનું કારણ બન્યો છે ત્યારે આરોપ પ્રતિઆરોપ વચ્ચે પતિ પત્ની વચ્ચે સર્જાયેલો આ કંકાસ ક્યાં જઇને અટકે છે તે મહત્વનું બની રહેશે.

 

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">