લદ્દાખની LAC પરથી ચીનની સેના બે કિલોમીટર પાછળ ખસી, ત્રીજા તબક્કાની બેઠક બાદ સેના પાછળ ખસી, વડાપ્રધાનની મુલાકાત બાદ ચીનની સેનાએ લીધેલા પગલા પર નજર

લદ્દાખની LAC પરથી ચીનની સેના બે કિલોમીટર પાછળ ખસી, ત્રીજા તબક્કાની બેઠક બાદ સેના પાછળ ખસી, વડાપ્રધાનની મુલાકાત બાદ ચીનની સેનાએ લીધેલા પગલા પર નજર
http://tv9gujarati.in/ladakh-ni-lac-pa…-pagla-par-najar/

લદ્દાખમાં આવેલી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ભારત અને ચીન વચ્ચે ઉભા થયેલા તણાવ વચ્ચે બંને દેશોની સેના પાછળ ખસી હોવાની માહિતિ મળી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચીને ગલવાન ઘાટીમાંથી એક કિલોમીટર પાછળ હટાવી દીધી છે. ચીની સેના એ 15 જૂનનાં રોજ LAC પર થયેલી ઝડપ વાડી જગ્યા પરથી પેટ્રોલ પોઈન્ટ 14 થી દોઢ […]

Pinak Shukla

|

Jul 06, 2020 | 8:59 AM

લદ્દાખમાં આવેલી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ભારત અને ચીન વચ્ચે ઉભા થયેલા તણાવ વચ્ચે બંને દેશોની સેના પાછળ ખસી હોવાની માહિતિ મળી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચીને ગલવાન ઘાટીમાંથી એક કિલોમીટર પાછળ હટાવી દીધી છે. ચીની સેના એ 15 જૂનનાં રોજ LAC પર થયેલી ઝડપ વાડી જગ્યા પરથી પેટ્રોલ પોઈન્ટ 14 થી દોઢ થી બે કિલોમીટર પાછળ ખસી ગઈ છે. જો કે ભારતીય જવાનો પણ થોડા પાછળ ખસ્યા છે. બંને દેશનાં સૈનિકો વચ્ચે બફર ઝોન બનાવી દીધો છે. સૂત્રો મુજબ ચીની સૈનિકોએ ગલવાન નદીનાં વળાંક પરથી હટવાનું શરૂ કરી દીધુ છે તેમજ આ વિસ્તારમાં ઉભા કરવામાં આવેલા ટેન્ટ અને અમુક સ્ટ્રક્ચરને પણ હટાવી દીધુ છે. વર્તમાન સમયમાં આ પ્રક્રિયા માત્ર ગલવાન ઘાટી પુરતી જ સિમિત છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર આપણે એ જોવું પડશે કે આ પીછેહટ અને તણાવ ઓછો કરવા માટે એક સ્થિર અને વાસ્તવિક પ્રક્રિયા છે કે કેમ. બંને પક્ષે હટાવી દેવામાં આવેલા ઢાંચા માટે સત્યતાની પૂર્તિ પણ કરવામાં આવી છે.

             વડાપ્રધાન મોદીનીં અચાનક લદ્દાખની મુલાકાત બાદનાં ત્રણ દિવસ પછી જ ચીની સેના પાછળ હટવાના સમાચાર સામે આવ્યા છે. જણાવવું રહ્યું કે વડાપ્રધાન મોદીએ ચીનનું નામ લીઘા વગર કહ્યું હતું કે વિસ્તારવાદનીં ઉમર પુરી થઈ ગઈ છે, આ વિકાસ માટેની ઉંમર છે. ઈતિહાસ સાક્ષી છે કે વિસ્તારવાદી તાકાતો ક્યાંતો હારી ગઈ છે અથવા તો પાછળ ખસવા માટે મજબુર બની હોય.

           ગલવાન ઘાટીમાં  સેના સાથેની ઝડપ બાદ ભારત અને ચીન સેના વચ્ચે કમાંડર સ્તર પર ત્રીજા તબક્કાની બેઠક બાદ બંને દેશની સેનાઓના પાછળ હટવાની વાત સામે આવી રહી છે. ગલવાન ઘાટીમાં થયેલી હિંસક ઝડપમાં 20 ભારતીય જવાનો શહિદ થયા હતા જ્યારે 40 થી વધારે ચીનનાં સૈનિકોનાં મોતની ખબર સામે આવી હતી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati