જસદણ પેટા ચૂંટણીમાં કુંવરજી બાવળિયાની જીત પાછળ કયા પરિબળો કરી ગયા કામ?

આખરે ભાજપ-કોંગ્રેસ બંને માટે પ્રતિષ્ઠાના જંગ સમાન તેવી જસદણની પેટા ચૂંટણીનું પરિણામ આપણી સામે આવી ગયું છે. જેમાં ભાજપના કુંવરજી બાવળિયાની 19,985 મતોથી જીત થઈ છે. ભાજપના કુંવરજી બાવળિયાને કુલ 90,268 મતો મળ્યા તો સામે કોંગ્રેસના અવસર નાકિયાને 70,283 મત મળ્યા છે. જસદણ પેટા ચૂંટણીની જીત સાથે જ ભાજપ પણ ઉત્સાહમાં આવી ગયું છે અને […]

જસદણ પેટા ચૂંટણીમાં કુંવરજી બાવળિયાની જીત પાછળ કયા પરિબળો કરી ગયા કામ?
TV9 Web Desk3

|

Dec 23, 2018 | 7:02 AM

આખરે ભાજપ-કોંગ્રેસ બંને માટે પ્રતિષ્ઠાના જંગ સમાન તેવી જસદણની પેટા ચૂંટણીનું પરિણામ આપણી સામે આવી ગયું છે. જેમાં ભાજપના કુંવરજી બાવળિયાની 19,985 મતોથી જીત થઈ છે. ભાજપના કુંવરજી બાવળિયાને કુલ 90,268 મતો મળ્યા તો સામે કોંગ્રેસના અવસર નાકિયાને 70,283 મત મળ્યા છે.

jasdan by-poll result to be declared tomorrow

અવસર નાકિયા (ડાબે) અને કુંવરજી બાવળિયા (જમણે)

જસદણ પેટા ચૂંટણીની જીત સાથે જ ભાજપ પણ ઉત્સાહમાં આવી ગયું છે અને જીતની ઉજવણી કરાઈ રહી છે. તો સાથે જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ આ જીતની ખુશી વ્યક્ત કરી કોંગ્રેસનું જૂઠ્ઠાણું સામે આવી ગયું હોવાની વાત કરી. વધુમાં રૂપાણીએ કહ્યું,

“ત્રણ રાજ્યમાં જીત મળતા કોંગ્રેસમાં ઉત્સાહનો અતિરેક થઈ ગયો હતો અને તેમણે ઉત્સાહ ઉત્સાહમાં લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો.”

જસદણની જીત સાથે સીએમ રૂપાણીએ લોકસભા ચૂંટણીમાં રાજ્યની તમામ 26 બેઠકો પર ફરી ભવ્ય જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. તો સાથે જ કોંગ્રેસની વાતોમાં ન આવીને ખેડૂતોએ ભાજપને મત આપ્યા હોવાનો દાવો કર્યો.

મહત્ત્વપૂર્ણ છે કે આ પેટા ચૂંટણીની જીત સાથે જ હવે ગુજરાતમાં ભાજપની વિધાનસભા બેઠકનો આંક ત્રણ આંકડામાં પહોંચી ગયો છે. હવે ગુજરાતમાં ભાજપની વિધાનસભાની કુલ બેઠકો 100 થઈ ગઈ છે.

ત્યારે કુંવરજીના માથે તાજ પહેરાયો તેના કારણો જોઈએ તો…

જસદણની ચૂંટણી ભાજપ જ નહીં પરંતુ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે પણ પ્રતિષ્ઠાનો સવાલ હોવાથી ભાજપે પ્રચારમાં કોઈ જ કમી ન રાખી. સરકારે આ ચૂંટણીમાં જીત માટે તમામ તાકાત લગાવી, આખરે મુખ્યપ્રધાન રૂપાણીના જિલ્લાની બેઠક છે જસદણ.

આ પણ વાંચો: ઈન્ડોનેશિયામાં સુનામીથી તબાહી: 43 લોકોના મોત, 600 લોકો ઘાયલ

કેન્દ્રીય પ્રધાન સહિતના મોટા નોતાઓ ઉતર્યા મેદાને, મોટા માથાઓ દ્વારા કરાયો ચૂંટણી પ્રચાર

મુખ્યપ્રધાનના પત્નીએ પણ ઘેર ઘેર જઈ કર્યો પ્રચાર

મુખ્યપ્રધાનના પત્નીએ સંભાળી હતી પ્રચારની કમાન

પોતાની જીતની ખુશી વ્યક્ત કરતાં કુંવરજી બાવળિયાએ જસદણની પ્રજાનો આભાર માન્યો અને સાથે જ જસદણમાં વધુ વિકાસના કામો થશે તેમ પણ જણાવ્યું. તો સાથે જ ખેડૂતોને પડતી સિંચાઈના પાણીની સમસ્યાનું નિવારણ લાવશે તેમ પણ જણાવ્યું.

ત્યારે કુંવરજી બાવળિયાનો જંગી મતોથી વિજય થતાં તેમના પરિવારમાં આનંદની લાગણી છવાઈ છે. આ જીતને કુંવરજી બાવળિયાના પુત્ર મનિષ બાવળિયાએ કહ્યું કે પિતાએ કરેલા કામોનું પરિણામ આવ્યું છે.

અત્યાર સુધી જસદણ બેઠક કોંગ્રેસનો ગઢ ગણાતી હતી અને કુંવરજી બાવળિયા જ અહીંથી જીતતા આવ્યા હતા. પરંતુ થોડા સમય પહેલા જ કુંવરજી બાવળિયા ભાજપમાં જોડાતા આ બેઠક ખાલી પડી હતી અને અહીં પેટાચૂંટણી કરવાની પરિસ્થિતિ ઉભી થઈ હતી.

હાલ, કુંવરજી બાવળિયા ગુજરાત રાજ્ય મંત્રીમંડળમાં સામેલ છે અને પાણી-પુરવઠા પ્રધાન તરીકે કામગીરી કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કુંવરજી બાવળિયા કોંગ્રેસ તરફથી લડ્યા હતા અને ત્યારે 84,321 મત મળ્યા હતા અને ભાજપના ભરત બોઘરાને 9,277 મતોથી હરાવ્યા હતા.

વર્ષ 2018 જસદણ પેટા ચૂંટણી

કુંવરજી બાવળિયા- ભાજપ- 90,268 મત

19,985 મતોથી વિજય

કોંગ્રેસના અવસર નાકિયાને હરાવ્યા

વર્ષ 2017 વિધાનસભા ચૂંટણી- જસદણ બેઠક

કુંવરજી બાવળિયા- કોંગ્રેસ- 84,321 મત

9,277 મતોથી વિજય 

ભાજપના ભરત બોઘરાને હરાવ્યા હતા

[yop_poll id=309]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati