જાણો મોદી મંત્રીમંડળમાં કયા રાજ્યના સૌથી વધારે સાંસદને સ્થાન અપાયું, કોણ છે યુવા અને કોણ સીનિયર

જાણો મોદી મંત્રીમંડળમાં કયા રાજ્યના સૌથી વધારે સાંસદને સ્થાન અપાયું, કોણ છે યુવા અને કોણ સીનિયર
Modi Cabinet Expansion 2021

મોદી મંત્રીમંડળમાં સ્થાન પામેલા 43 મંત્રીઓમાંથી સૌથી વધુ મંત્રી ઉત્તર પ્રદેશના સાત છે. જ્યારે અન્ય આઠ રાજ્યમાંથી માત્ર એક એક સાંસદને મંત્રી બનાવવામાં આવ્યા છે.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Jul 08, 2021 | 12:07 AM

મોદી મંત્રીમંડળ( Modi Cabinet )નું વિસ્તરણ રાષ્ટ્રપતિ ભવનના આયોજિત એક કાર્યક્રમમાં પૂર્ણ થયું છે. જેમાં મોદી મંત્રીમંડળમાં 15 કેબીનેટ(Cabinet) અને 28 રાજ્ય મંત્રીઓએ પદ અને ગુપ્તતાના શપથ ગ્રહણ કર્યા હતા.જેમાં કેબિનેટ પદની શપથ લેનારામાં સર્વાનંદ સોનવાલ, જ્યોતિરાદિત્ય સિંધિયા, નારાયણ રાણે અને અનેક નેતાઓએ કેબીનેટ મંત્રી પદના શપથ લીધા હતા. જ્યારે અનુપ્રિયા પટેલ, દર્શના જરદોષ, કૌશલ કિશોર સહિતના સાંસદોએ રાજ્ય મંત્રી તરીકેના શપથ લીધા હતા.

મોદી મંત્રીમંડળમાં સ્થાન પામેલા 43 મંત્રીઓમાંથી સૌથી વધુ મંત્રી ઉત્તર પ્રદેશના સાત છે. જ્યારે અન્ય આઠ રાજ્યમાંથી માત્ર એક એક સાંસદને મંત્રી બનાવવામાં આવ્યા છે. જયારે ઉત્તર પ્રદેશ બાદ કર્ણાટકમાંથી 4 અને ગુજરાતમાં ત્રણ સાંસદને મંત્રી બનાવવામાં આવ્યા છે.

Modi Cabinet Statewise Minister

ઉત્તર પ્રદેશમાંથી 07, કર્ણાટકમાંથી 04 , મહારાષ્ટ્રમાંથી 04, પશ્ચિમ બંગાળમાંથી 04, ગુજરાતમાંથી 03, બિહારમાંથી 02, મધ્ય પ્રદેશમાંથી 02, ઓડીસા 02, આસામમાંથી 01, રાજસ્થાનમાંથી 01,તમિલનાડુમાંથી 01,મણિપુરમાંથી 01,ત્રિપુરામાંથી 01 ,ઉત્તરાખંડમાંથી 01, ઝારખંડમાંથી 01 અને દિલ્હીમાંથી 01 સાંસદનો મંત્રીમંડળમાં સમાવેશ કર્યો છે.

Modi Cabinet Youngest Minister

મોદી કેબિનેટમાં સૌથી નાની વયના મંત્રીની વાત કરીએ તો નિશીથ પ્રામાણિક 35 વર્ષ, શાંતનુ ઠાકુર 38 વર્ષ, અનુપ્રિયા પટેલ 40 વર્ષ, ડો. ભારતી પવાર 42 વર્ષની વય ધરાવે છે.

Modi Cabinet Aged Minister જયારે મોદી કેબિનેટના મોદી કેબિનેટમાં સ્થાન પામેલા સૌથી મોટી વયના મંત્રીમાં મહારાષ્ટ્રના નારાયણ રાણે 69 વર્ષ, પશુપતિ કુમાર પારસ 68 વર્ષ અને વીરેન્દ્ર કુમાર 67 વર્ષની ઉંમરના છે.

મોદી કેબિનેટનો વિસ્તાર કરવામાં આવ્યો 

મોદી કેબિનેટના વિસ્તરણ પૂર્વે કુલ 12 મંત્રીઓએ  રાજીનામા આપી દીધા હતા . ચૂંટણીલક્ષી રાજ્યોને ધ્યાનમાં રાખીને મોદી કેબિનેટનો વિસ્તાર કરવામાં આવ્યો  છે. જેમાં  યુ.પી.માં આવતા વર્ષે યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશના લગભગ 7 નેતાઓ કેન્દ્રીય મંત્રીમંડળમાં આવ્યા છે. જેમાં કૌશલ કિશોર, એસપી બઘેલ, પંકજ ચૌધરી, બી.એલ. વર્મા, અજય મિશ્રા, ભાનુ પ્રતાપ વર્મા અને અપના દળના અનુપ્રિયા પટેલનો સમાવેશ થાય છે. 

મંત્રીમંડળ વિસ્તરણમાં   કુલ 11 મહિલા

કેન્દ્રીય મંત્રીમંડળમાં 43 પ્રધાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં કેબિનેટમાં નવા 14 ચહેરા છે. જેમની ઉંમર 50 વર્ષથી ઓછી છે, હવે કેબિનેટ(Cabinet )ની સરેરાશ ઉંમર 58 વર્ષ રહેશે. કેબિનેટ વિસ્તરણમાં મહિલાઓને સ્થાન પણ અપાયું છે.  મંત્રીમંડળ વિસ્તરણમાં   કુલ 11 મહિલા(Women) ઓ છે જેમાંથી 2ને કેબિનેટનો દરજ્જો આપવામાં આવ્યો છે. જ્યારે 4 ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનોને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે,

તેની સાથે 23 સંસદસભ્યો કે જેઓ 3 કરતા વધારે વખત ચૂંટાઈ આવ્યા છે તેઓને મંત્રીમંડળમાં શામેલ કરવામાં આવ્યા છે. જ્યારે 13 પ્રધાનો વકીલ, 6 ડોકટરો, 5 એન્જિનિયર અને 7 ભૂતપૂર્વ  બ્યુરોક્રેટ છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati