જાણો 80 કલાકમાં મહારાષ્ટ્રમાં એવું તો શું થયું કે ફડણવીસે આપવું પડ્યું રાજીનામું

મહારાષ્ટ્રની રાજનીતિનો અંત આવ્યો છે. ભાજપનું ઓપરેશન લોટસ ફેલ ગયું છે અને શરદ પવારની રાજનીતિ કામ આવી છે. 162 ધારાસભ્યો સાથે શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ ભાજપને બતાવી દીધું કે અમે એકસાથે છીએ અને તમારી સરકાર ટકવા નહીં દઈએ. ભાજપે સરકાર અજિત પવારના દમ પર બનાવી લીધી અને ફડણવીસે શપથ પણ લઈ લીધા. આ શપથના અંદાજે […]

જાણો 80 કલાકમાં મહારાષ્ટ્રમાં એવું તો શું થયું કે ફડણવીસે આપવું પડ્યું રાજીનામું
TV9 WebDesk8

|

Nov 26, 2019 | 2:13 PM

મહારાષ્ટ્રની રાજનીતિનો અંત આવ્યો છે. ભાજપનું ઓપરેશન લોટસ ફેલ ગયું છે અને શરદ પવારની રાજનીતિ કામ આવી છે. 162 ધારાસભ્યો સાથે શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ ભાજપને બતાવી દીધું કે અમે એકસાથે છીએ અને તમારી સરકાર ટકવા નહીં દઈએ. ભાજપે સરકાર અજિત પવારના દમ પર બનાવી લીધી અને ફડણવીસે શપથ પણ લઈ લીધા. આ શપથના અંદાજે 80 કલાકમાં સરકાર પડી ગઈ હતી અને ફડણવીસને રાજીનામું આપવાનો વારો આવ્યો હતો. જોઈએ એ 80 કલાકની મોટી 8 વાત.

1. શનિવારના રોજ 23 નવેમ્બરનો દિવસ હતો. ગઈકાલે તો શિવસેના, એનસીપી અને કોંગ્રેસ વચ્ચે સહમતિ સધાઈ ગઈ હોવાની ખબર આવી હતી. લોકોને લાગી રહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે સીએમ બનશે પણ રાત્રે જ ખેલ પાડવામાં આવ્યો. અજિત પવાર ડેપ્યુટી સીએમ બની ગયા અને ફડણવીસે વહેલીસવારમાં જ શપથ લઈ લીધા. આ પગલાને શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ અસંવિધાનિક ગણાવ્યું અને દેશની સુપ્રિમ કોર્ટના દ્વાર ખખડાવ્યા.

2. રવિવારના દિવસે પણ આ કેસને લઈને સુનાવણી કોર્ટમાં ચાલી. કપિલ સિબ્બલે દલીલ કરતાં પહેલાં જ કોર્ટની માફી માગી કારણ કે રજાના દિવસે પણ કોર્ટ ખોલવામાં આવી. કોર્ટે કહ્યું કે કોઈ જ વાંધો નહીં. બંને પક્ષોએ દલીલ કરી અને કોર્ટે એક દિવસ વધારે સુનાવણી કરવા માટે સમય આપ્યો. આમ રવિવારની સુનાવણી સોમવારે પણ કોર્ટે ચાલુ રાખી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

3. ટ્વીટર પર પવાર વચ્ચે વોર છેડાયું. અજિત પવાર જે અન્ડર ગ્રાઉન્ડ હતા તે ટ્વીટર પર સક્રિય થયા અને ધડાધડ ટ્વીટ કરવા લાગ્યા. અજિત પવારે ટ્વીટ પરથી જાહેર દીધું કે એનસીપી અને ભાજપ સાથે મળીને મહારાષ્ટ્રમાં એક મજબૂત સરકર બનાવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

4. શરદ પવારે અજિત પવારના ટ્વીટની સામે ખૂલાસો કર્યો છે કોઈપણ ભોગે ભાજપ સાથે સરકાર બનાવવાનો સવાલ જ નથી ઉઠતો. કહ્યું કે અજિત પવાર લોકોને ગુમરાહ કરી રહ્યાં છે. તેનાથી લોકોમાં ભ્રમ ફેલાઈ રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

5. ફરીથી સોમવાર આવી ગયો અને કોર્ટમાં સુનાવણી ચાલુ થઈ. સુપ્રીમ કોર્ટે ફરીથી દલીલ સાંભળી અને પોતાનો ફેંસલો મંગળવાર પર અનામત રાખી દીધો. આમ આ મામલે કોર્ટે બંને પક્ષોની દલીલ સાંભળી લીધી.

6. શિવસેના, કોંગ્રેસ અને એનસીપી સાથે હતા. કોર્ટે મંગળવારે ફેંસલો આપવાની હતી અને રાત્રે જ ત્રણેય પાર્ટીઓએ શક્તિ પ્રદર્શન કર્યું. અમે 162 સાથે છીએ એવા નામ સાથે અને ભારતના બંધારણ સાથે તેઓએ પોતાના ધારાસભ્યોને હ્યાત હોટેલમાં ભેગા કર્યા. ત્યાંથી શિવસેનાએ ભાજપને પડકાર ફેંક્યો કહ્યું કે હવે તેઓ બતાવશે કે શિવસેના શું ચીજ છે.

BJP can do anything to come into power: Sanjay Raut, Shiv Sena

7. કોર્ટના ચુકાદાનો દિવસ આવી ગયો હતો અને સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે ફડણવીસ સરકારે 30 કલાકની અંદર બહુમત સાબિત કરવાનો રહેશે. આ ઓપન વોટિંગ થવું જોઈએ અને બેલેટ પેપરના માધ્યમથી થવું જોઈએ. આ સિવાય કોર્ટે કહ્યું કે બહુમત પરિક્ષણનું લાઈવ ટેલિકાસ્ટ પણ કરવામાં આવે. આમ ફડણવીસને 30 કલાકમાં બહુમત સાબિત કરવો જ પડે તેવી સ્થિતિ સર્જાઈ.

8. મહારાષ્ટ્રની ફડણવીસ સરકાર પાસે ધારાસભ્યો 105 છે અને અન્ય દળોને ગણીએ તો પણ 13 છે. કુલ 118ની સંખ્યા જ થતી હતી. નક્કી જ હતું કે તેઓ ફ્લોર ટેસ્ટમાં હારી જવાના અને સરકાર પડી જવાની. જેના લીધે પ્રેસ કોન્ફરન્સ ફડણવીસે કરી અને તેમાં રાજીનામાની જાહેરાત કરી દીધી. આની સાથે શિવસેના પર ભારે આકરા પ્રહાર કર્યા તો ગઠબંધનને સત્તા લાલચું પણ ગણાવ્યું. આમ 80 જ કલાકમાં ભાજપની સરકાર પડી ગયી અને ફડણવીસે રાજનામું આપવું પડ્યું.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati