મહારાષ્ટ્રમાં સત્તાધારી શિવસેનાએ કેન્દ્રના નવા એગ્રિક માર્કેટિંગ કાયદાને રદ્દ કરવાની માંગ સાથે ખેડૂત સંઘો દ્વારા 8 ડિસેમ્બરે બોલાવાયેલા ‘ભારત બંધ’ને સમર્થન આપ્યું હતું. આ વિશે સંજય રાઉતએ જણાવ્યુ કે “શિવસેના પ્રમુખ અને સીએમ ઉદ્ધવ ઠાકરે કેન્દ્રિય કાયદા વિરુદ્ધ છે જે ખેડૂત વિરોધી અને મજૂર વિરોધી છે. શિવસેનાએ ખેડૂત આંદોલનને ટેકો આપ્યો છે. શિવસેના, કાંગ્રેસ, એનસીપી ત્રણેય પક્ષોએ ટેકો જાહેર કર્યો છે. સાથે જ તેમણે કહ્યું કે આ રાજકીય બંધ નથી, આ શટડાઉન રાજકીય પક્ષની માંગણીઓ બંધ કરવા નહીં પણ ખેડૂતોનો અવાજ ઉઠાવવા માટે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો