Delhi : હાઇકોર્ટે Kejriwalને લગાવી ફટકાર, જાહેરાત પર ખર્ચ ન કરો, કર્મચારીઓને સમય પર વેતન આપો

Delhi : હાઇકોર્ટેઅરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) સરકારને આદેશ આપ્યો કે આજે જ તમામ સફાઈકર્મીઓનો માર્ચ સુધીનો પગાર આપો.

Delhi : હાઇકોર્ટે Kejriwalને લગાવી ફટકાર, જાહેરાત પર ખર્ચ ન કરો, કર્મચારીઓને સમય પર વેતન આપો
ફાઈલ ફોટો
Follow Us:
| Updated on: Apr 05, 2021 | 3:20 PM

Delhi : દિલ્હીની અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) સરકારને આજે દિલ્હી હાઈકોર્ટે ઠપકો આપ્યો છે. MCD કર્મચારીઓને સમયસર પગાર અને પેન્શન ન મળવાના મુદ્દે દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે સરકાર સમાચારપત્રોમાં આખા પેજમાં રાજકારણીઓના ફોટોવાળી જાહેરાત કેવી રીતે કરે છે તે આપણે જોઈ શકીએ છીએ. બીજી તરફ કર્મચારીઓનો પગાર પણ આપવામાં આવતો નથી.

પગાર ન ચુકવી જાહેરાત પાછળ પૈસા ખર્ચ કરવો એ ગુનો છે : હાઈકોર્ટ દિલ્હી હાઈકોર્ટે જાહેરહિતની અરજી પર સુનાવણી દરમિયાન કહ્યું કે પગાર ન ચુકવી જાહેરાત પાછળ પૈસા ખર્ચ કરવો એ ગુનો છે.મ્યુનિસિપલ કોર્પોરેશનો દિલ્હી સરકારના ભંડોળના અભાવને લીધે હજારો MCD કર્મચારીઓને છેલ્લા ઘણા મહિનાથી પગાર અપાયો નથી. કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું કે હજારો સફાઈકર્મીઓનો પગાર ન ચુકવી જાહેરાત પાછળ પૈસા ખર્ચ કરવો એ ગુનો છે. આટલા મુશ્કેલ સમયમાં પણ તમે જાહેરાત પાછળ પૈસા ખર્ચ કરી રહ્યા છો. જો તમે નિયત સમયે આ કર્મચારીઓને પગાર આપો છો, તો તમારી નામના વધી શકે છે.

તમામ કર્મચારીઓને તાત્કાલિક માર્ચ સુધીનો પગાર આપો : હાઇકોર્ટ હાઈકોર્ટે ત્રણેય મ્યુનિસિપલ કોર્પોરેશનોને 5 મી એપ્રિલ સુધીમાં તમામ કોર્પોરેશન કર્મચારીઓને ચુકવણી કરવા આદેશ આપ્યો હતો, પરંતુ અત્યાર સુધી કેટલાક કર્મચારીઓને જાન્યુઆરી સુધીનો અને કેટલાકને ફેબ્રુઆરી સુધીના પગારની ચૂકવણી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં કોર્ટે આજે આદેશ આપ્યો છે કે તમામ સફાઈ કામદારોને તાત્કાલિક માર્ચ સુધીનો પગાર આપવામાં આવે. કોર્ટે તમામ MCDઓને જણાવ્યું હતું કે હવે તેમને ચૂકવણી કરવા માટે વધુ મુદ્દત આપી શકાય એમ નથી.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

અગાઉ કેન્દ્ર પાસે માંગ્યા હતા 5000 કરોડ દિલ્હીની અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) સરકારે આગાઉ પણ કર્મચારીઓને પગાર ચૂકવવા કેન્દ્ર પાસેથી તાત્કાલિક પાંચ હજાર કરોડ રૂપિયાની મદદ માંગી હતી. આ અંગે રાજકારણ શરૂ થઈ ગયું હતું. વિપક્ષી નેતાઓએ દિલ્હી સરકાર અને મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને ઘેર્યા અને કહ્યું કે સરકારે અગાઉ બજેટનાં નાણાં જાહેરાતોમાં ખર્ચ કર્યા હતા અને હવે મદદ માંગી રહ્યા છે. ભાજપના સાંસદ રમેશ બિધૂરીએ દિલ્હી સરકાર પર આ આક્ષેપો કર્યા હતા. એક સમયે આમ આદમી પાર્ટીનો ભાગ રહેલા કુમાર વિશ્વાસે પણ કેજરીવાલ સરકાર પર નિશાન સાધ્યું હતું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">