કર્ણાટકમાં કોંગ્રેસ-JDS સરકારમાં કટોકટી જેવી પરિસ્થિતિમાં યથાવત્, સોનિયા ગાંધીએ નેતાઓને સોંપી જવાબદારી

કર્ણાટકમાં કોંગ્રેસ-JDS સરકારમાં કટોકટી જેવી પરિસ્થિતિમાં યથાવત્, સોનિયા ગાંધીએ નેતાઓને સોંપી જવાબદારી

કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ સરકારમાં કટોકટી જેવી પરિસ્થિતિમાં યથાવત્ છે. વિધાનસભા સ્પીકર રમેશ કુમારે ભલે ધારાસભ્યોના રાજીનામા અંગે કોઈ નિર્ણય કર્યો નથી. પરંતુ આલાકમાન એટલે સોનિયા ગાંધી આ મામલે સક્રિય થઈ ચૂક્યા છે. UPAના ચેરપર્સન સોનિયા ગાંધીએ ગુલામ નબી આઝાદ અને બીકે હરિપ્રસાદને કર્ણાટક માટે રવાના કરી દીધા છે. આ પણ વાંચોઃ પાક વીમાની મુશ્કેલીઓ […]

TV9 Webdesk12

|

Jul 09, 2019 | 8:55 AM

કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ સરકારમાં કટોકટી જેવી પરિસ્થિતિમાં યથાવત્ છે. વિધાનસભા સ્પીકર રમેશ કુમારે ભલે ધારાસભ્યોના રાજીનામા અંગે કોઈ નિર્ણય કર્યો નથી. પરંતુ આલાકમાન એટલે સોનિયા ગાંધી આ મામલે સક્રિય થઈ ચૂક્યા છે. UPAના ચેરપર્સન સોનિયા ગાંધીએ ગુલામ નબી આઝાદ અને બીકે હરિપ્રસાદને કર્ણાટક માટે રવાના કરી દીધા છે.

આ પણ વાંચોઃ પાક વીમાની મુશ્કેલીઓ અંગે ખેડૂતો ખેતી નિયામકને કરશે રજૂઆત, જુઓ VIDEO

કોંગ્રેસે આ બંને નેતાઓને કર્ણાટકના સંકટને ટાળવા માટે જવાબદારી આપી છે. કેસી વેણુગોપાલે કહ્યું કે, કર્ણાટકની સ્થિતિના કારણે તેમણે જ ગુલામ નબી આઝાદને બોલાવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મહત્વનું છે કે, રાજીનામું આપનારા 13 ધારાસભ્યો પૈકી 10 કોંગ્રેસના છે. ગત મંગળવારે કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક બોલાવાઈ હતી. જેમાં રાજીનામું આપનારા 10 સિવાયના કોંગ્રેસના તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા. તો બીજી તરફ કર્ણાટકમાં સતત કોંગ્રેસ તરફથી એવા નિવેદન આપવામાં આવે છે કે, બાગી ધારાસભ્યોના કારણે કોઈ મુશ્કેલી સર્જાશે નહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રાજીનામું આપનારા તમામ ધારાસભ્યો હાલમાં મુંબઈમાં છે. કર્ણાટકમાં કોંગ્રેસ દાવો કરી રહી છે કે, સરકારને કશું થવાનું નથી. તો બીજી તરફ મુંબઈમાં હાજર ધારાસભ્યો કોઈરીતે પોતાનું રાજીનામું પરત ખેંચશે નહીં. આ પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

એચ.ડી કુમારાસ્વામી અમેરિકાથી પરત આવીને ડેમેજ કંટ્રોલની કામગીરીમાં લાગી ગયા છે. કુમારાસ્વામીના મંત્રીમંડળમાં 30 પ્રધાનોએ પોતાના રાજીનામાં આપી દીધા છે. જેથી નારાજ ધારાસભ્યોને મંત્રી પદ આપવામાં આવી શકે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati