25 ડિસેમ્બરના રોજ શપથ લેશે કમલનાથના મંત્રીઓ! આ નામોની છે ચર્ચા…

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મધ્યપ્રદેશની કમલનાથ સરકારના મંત્રીઓનું લિસ્ટ ફાઈનલ થઈ ચૂક્યું છે અને આ તમામ 25 ડિસેમ્બરે શપથ લેશે.  શનિવારે આ અંગે જ કમલનાથ અને રાહુલ ગાંધીની મુલાકાત થઈ હતી. મંત્રીમંડળના નામોને લઈને હજી સુધી કોઈ અધિકારીક જાહેરાત નથી કરાઈ. પરંતુ રિપોર્ટ્સ પ્રમાણે, 25 ડિસેમ્બર બપોરે 3 વાગ્યે યોજાનારા સમારંભમાં 22 મંત્રી શપથ લેશે. મંત્રીમંડળમાં […]

25 ડિસેમ્બરના રોજ શપથ લેશે કમલનાથના મંત્રીઓ! આ નામોની છે ચર્ચા...
TV9 Web Desk3

|

Dec 23, 2018 | 7:39 AM

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મધ્યપ્રદેશની કમલનાથ સરકારના મંત્રીઓનું લિસ્ટ ફાઈનલ થઈ ચૂક્યું છે અને આ તમામ 25 ડિસેમ્બરે શપથ લેશે. 

શનિવારે આ અંગે જ કમલનાથ અને રાહુલ ગાંધીની મુલાકાત થઈ હતી. મંત્રીમંડળના નામોને લઈને હજી સુધી કોઈ અધિકારીક જાહેરાત નથી કરાઈ. પરંતુ રિપોર્ટ્સ પ્રમાણે, 25 ડિસેમ્બર બપોરે 3 વાગ્યે યોજાનારા સમારંભમાં 22 મંત્રી શપથ લેશે.

મંત્રીમંડળમાં ક્ષેત્રીય સંતુલનનું પણ ધ્યાન રાખવામાં આવશે. મનાઈ રહ્યું છે કે માલવા-નિમાડ ક્ષેત્રનો કેબિનેટમાં દબદબો રહેશે જ્યાં કોંગ્રેસે સૌથી વધુ સીટ્સ પણ જીતી છે.

ભોપાલના આરિફ અકીલ અને પીસી શર્માને મંત્રી બનાવવાના સમાચાર છે. ત્યાં ઈન્દોરના જીતૂ પટવારી અને તુલસી સિલાવટને પદ મળી શકે છે. આરિફ દિગ્વિજય સરકારમાં લઘુમતીઓના મંત્રી પણ રહી ચૂક્યા છે. તેઓ ભોપાલ ઉત્તરથી 5 વખત ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે.

આ પણ વાંચો: 31 ડિસેમ્બર 2018 ના અડધી રાતથી જ આટલાં ફોન પર બંધ થઈ જશે WhatsApp, તમારી પાસે તો નથીને આ ફોન

ત્રીજા મોટા શહેર જબલપુરની વાત કરીએ તો,

લખન ઘરઘોરિયા અને તરૂણ ભનોત કમલનાથ કેબિનેટમાં સામેલ થઈ શકે છે. ગ્વાલિયરથી હાલ રેસમાં માત્ર પ્રદ્યુમન સિંહ તોમરનું નામ સામે આવી રહ્યું છે.

જૂના લોકો પર ફરીથી મૂકાશે વિશ્વાસ?

દિગ્વિજય સરકારમાં મંત્રી રહી ચૂકેલા ઘણાં ધારાસભ્યોને મંત્રી પદ અપાઈ શકે છે. તેમાં…

પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી બાલા બચ્ચન, પૂર્વ ઉર્જા મંત્રી એન પી પ્રજાપતિ, અજય સિંહ જેવા નામ સામેલ છે. કમલનાથ પહેલા જ કહી ચૂક્યા છે પહેલી વાર વિધાનસભા પહોંચેલા ધારાસભ્યોને મંત્રી બનાવવાનો કોઈ વિચાર નથી.

ચાર નિર્દળીય ધારાસભ્યોએ પણ કોંગ્રેસને સમર્થન આપ્યું છે. તેમાંથી 2 લોકોને મંત્રીપદ મળી શકે છે. તો અન્ય 2 સમર્થકોને પછીથી નિગમ સંબંધી કોઈ પદ અપાઈ શકે છે.

અજય સિંહના ભવિષ્ય પર શંકા

દિગ્ગજ કોંગ્રેસ નેતા અજય સિંહ પોતાના ગૃહ ક્ષેત્ર ચુરહટ વિધાનસભાથી ચૂંટણી હારી ચૂક્યા છે. મનાઈ રહ્યું છે કે તેમણે મંત્રી બનાવવામાં આવશે અને કોઈ ધારાસભ્યની સીટ ખાલી કરાઈને તેમને વિધાનસભા ચૂંટણી લડાવવામાં આવશે.

અજય સિંહ, કોંગ્રેસ નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન અર્જુન સિંહના દીકરા છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે તેમને ગૃહમંત્રી પણ બનાવાઈ શકે છે.

તો બીજેપીમાંથી કોંગ્રેસમાં આવનાર સંજય શર્માને મંત્રી બનાવવાની ચર્ચા છે. શર્માએ ચૂંટણી પહેલા ભાજપનો સાથ છોડી દીધો હતો. તેઓ ત્રીજી વાર ધારાસભ્ય બન્યા છે. તે ઉપરાંત,

ઈમરતી દેવી અને દિગ્વિજયના દીકરા જયવર્ધન સિંહને પણ રાજ્યમંત્રી બનાવાઈ શકે છે.

 

[yop_poll id=308]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati