ભાજપના અધ્યક્ષ તરીકે જે.પી નડ્ડા સંભાળશે પાર્ટીની કમાન, જાણો કોણ છે ભાજપના નવા ‘નાથ’

ભાજપના નવા અધ્યક્ષ તરીકે જે.પી નડ્ડાના નામ પર મહોર મારવામાં આવી છે. અમિત શાહે ગાંધીનગરમાંથી લોકસભાની ચૂંટણી જીત્યા અને ગૃહ પ્રધાનની જવાબદારી લીધા બાદ જે.પી નડ્ડાને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. જે બાદ નવા અધ્યક્ષ માટે પણ કામગીરી થઈ રહી હતી. ત્યારે હવે ભાજપના નવા અધ્યક્ષ તરીકે જે.પી નડ્ડાના નામ પર સહમતી બની ગઈ છે. […]

ભાજપના અધ્યક્ષ તરીકે જે.પી નડ્ડા સંભાળશે પાર્ટીની કમાન, જાણો કોણ છે ભાજપના નવા 'નાથ'
Follow Us:
| Updated on: Jan 20, 2020 | 8:20 AM

ભાજપના નવા અધ્યક્ષ તરીકે જે.પી નડ્ડાના નામ પર મહોર મારવામાં આવી છે. અમિત શાહે ગાંધીનગરમાંથી લોકસભાની ચૂંટણી જીત્યા અને ગૃહ પ્રધાનની જવાબદારી લીધા બાદ જે.પી નડ્ડાને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. જે બાદ નવા અધ્યક્ષ માટે પણ કામગીરી થઈ રહી હતી. ત્યારે હવે ભાજપના નવા અધ્યક્ષ તરીકે જે.પી નડ્ડાના નામ પર સહમતી બની ગઈ છે. અને અમિત શાહના સ્થાને તેઓ ભાજપની સૌથી પાવરફૂલ બેઠક પર કામગીરી કરશે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપ્યું સમર્થન

દિલ્હી ખાતે ભાજપના કાર્યલય પર આજે આ વાતની જાહેરાત કરાઈ છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સાથે તેમણે પણ જે.પી નડ્ડાના નામ પર સહમતી દર્શાવી અને પાર્ટી માટેના કાર્યોની પ્રશંસા કરી હતી.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

જાણો કોણ છે જે.પી નડ્ડા

જેપી નડ્ડાનું પુરું નામ જગત પ્રકાશ નડ્ડા છે. જેપી નડ્ડા મૂળ હિમાચલ પ્રદેશના બ્રાહ્મણ સમૂદાયમાંથી આવે છે. કોઈપણ દાગ વગરની છબી ધરાવતા જેપી નડ્ડાનો સંબંધ RSS સાથે પણ રહ્યો છે. PM મોદીના પ્રથમ કાર્યકાળમાં તેઓ સ્વાસ્થય પ્રધાન તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. તેમના જીવનકાળની વાત કરવામાં આવે તો 16 વર્ષની ઉંમરથી જ તેઓ વિદ્યાર્થી રાજનીતિમાં ઉતરી ગયા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તેઓ પોતાના અભ્યાસ દરમિયાન ABVP સાથે જોડાયેલા હતા. આ સમયે બિહારમાં વિદ્યાર્થી આંદોલન પોતાની ચરમસીમાએ હતું અને આ જ સમયે 1977માં પટના યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં તે સચિવ પણ ચૂંટાયા હતા. તેમનો કોલેજ સુધીનો અભ્યાસ BA અને LLB સુધી પટનામાંથી જ થયો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રાજનીતિમાં તેઓ સૌ પ્રથમ 1993માં હિમાચલ પ્રદેશથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જે બાદ તેઓ રાજ્ય અને કેન્દ્રમાં પણ પ્રધાન તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે. વર્ષ 1994થી 1998 સુધી તેઓ વિધાનસભામાં પાર્ટીના નેતા પણ રહી ચૂક્યા છે. વર્ષ 2008થી 2010 વચ્ચે તેઓ હિમાચલ પ્રદેશમાં મંત્રી પણ રહ્યા હતા. 2012માં હિમાચલ પ્રદેશમાંથી તેઓને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા. આ બાદ 2014માં ભાજપની સરકાર આવતા સ્વાસ્થય મંત્રીનું પદ આપવામાં આવ્યું હતું. PM મોદી અને અમિત શાહના ખાસ માનવામાં આવે છે. જ્યારે PM મોદી હિમાચલ પ્રદેશના પ્રભારી હતા તે દરમિયાન જેપી નડ્ડાની સાથે મુલાકાત થઈ હતી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">