જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન સુધારા બિલ 2021 લોકસભામાં પસાર, અમિત શાહે વિપક્ષ પર નિશાન સાધ્યું

જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન સુધારા બિલ 2021 લોકસભામાં પસાર, અમિત શાહે વિપક્ષ પર નિશાન સાધ્યું

સંસદના બજેટ સત્રના છેલ્લા દિવસે શનિવારે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન (સુધારો) બિલ, 2021 લોકસભામાં પસાર થયું.

Chandrakant Kanoja

| Edited By: Utpal Patel

Feb 13, 2021 | 5:40 PM

સંસદના બજેટ સત્રના છેલ્લા દિવસે શનિવારે Jammu Kashmir  પુનર્ગઠન (સુધારો) બિલ, 2021 લોકસભામાં પસાર થયું. આ બિલ રાજ્યસભામાં પહેલેથી જ પસાર થઈ ગયું હતું. આ પહેલા અમિત શાહે Jammu Kashmir માં કેન્દ્ર સરકારની કામગીરી ગણાવી હતી અને વિપક્ષોને નિશાન બનાવ્યા હતા. તેમણે જમ્મુ કાશ્મીરમાં કેન્દ્ર સરકારે કરેલા કામ ગણાવતા કહ્યું કે તમારી ચાર પેઢી જેટલું કામ ના કરી શકી તેટલું કામ અમે 17 મહિનામાં કર્યું છે. આરોગ્ય ક્ષેત્રે 17 મહિના કામ કર્યું. હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં 3490 મેગાવોટનું કામ કરાયું હતું. 100 ટકા લોકોને વીજળી પહોંચાડવાનું લક્ષ્ય પ્રાપ્ત થયું છે. 3,57,405 લોકોને 70 વર્ષથી વીજળી મળી ન હતી, તેમને 17 મહિનામાં વીજળી આપવામાં આવી હતી.

અમિત શાહે કહ્યું કે ત્રણ પરિવારો કે જેમણે વર્ષોથી જમ્મુ-કાશ્મીરમાં શાસન કર્યું છે, તેઓએ ત્યાંના લોકોના સ્વાસ્થ્ય માટે શું કર્યું તે જણાવવું જોઈએ. હું ગૌરવ સાથે ગૃહને કહેવા માંગુ છું કે 17 મહિનામાં અમે જમ્મુ-કાશ્મીરમાં પીએમડીપી હેઠળ આરોગ્ય મંત્રાલયમાંથી 881 કરોડની રકમ મોકલી છે. 2022 સુધીમાં 75 પ્રોજેક્ટ્સ પૂર્ણ થઈ ગયા છે 39 અન્ય પ્રોજેક્ટ્સ પૂર્ણ થશે.

ગૃહ પ્રધાને એમ પણ કહ્યું કે જમ્મુ-કાશ્મીરના ઉદ્યોગમાં સૌથી મોટી અવરોધ એ હતો કે જો તેઓ ત્યાં કોઈ ઉદ્યોગ સ્થાપવા માંગતા હોય તો તેઓને જમીન મળતી ન હતી. જેમાં આર્ટીકલ 370 નાબૂદ કર્યા બાદ ખેંચ્ય અમે જમીનનો કાયદો બદલ્યો અને હવે એવી સ્થિતિ આવી છે કે કાશ્મીરની અંદર ઉદ્યોગો સ્થાપિત થશે

શાહે માહિતી આપી હતી કે બેક ટૂ વિલેજ કાર્યક્રમ અંતર્ગત જમ્મુ-કાશ્મીર બેંકને 15,000 નાની લોન આપવામાં આવી છે. મને એ જણાવતા આનંદ થાય છે કે લગભગ 4600 મહિલાઓ સહિત 13,000 લોકોને ધિરાણ આપવાનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે તેઓ તેમના પોતાના નાના એકમો સ્થાપિત કરી રહ્યા છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati