Jammu Kashmirમાં જલ્દી જ યોજાશે વિધાનસભા ચૂંટણી: યુરોપિયન યુનિયન

Jammu Kashmirમાં  વિદેશી રાજદ્વારીઓની બે દિવસીય મુલાકાત બાદ શુક્રવારે યુરોપિયન યુનિયને (ઈયુ) કહ્યું કે તેમણે જમ્મુ કાશ્મીરમાં તાજેતરમાં લેવામાં આવેલા પગલાઓ જેવા કે જિલ્લા પરિષદની ચૂંટણી (ડીડીસી) અને 4જી સેવાને ફરી શરૂ કરવાની બાબત નોંધવામાં આવી છે.

Jammu Kashmirમાં જલ્દી જ યોજાશે વિધાનસભા ચૂંટણી: યુરોપિયન યુનિયન

Jammu Kashmirમાં  વિદેશી રાજદ્વારીઓની બે દિવસીય મુલાકાત બાદ શુક્રવારે યુરોપિયન યુનિયને (ઈયુ) કહ્યું કે તેમણે જમ્મુ કાશ્મીરમાં તાજેતરમાં લેવામાં આવેલા પગલાઓ જેવા કે જિલ્લા પરિષદની ચૂંટણી (ડીડીસી) અને 4જી સેવાને ફરી શરૂ કરવાની બાબત નોંધવામાં આવી છે. ઈન્ટરનેટ સેવાઓ શરૂ થતાં એવી અપેક્ષા છે કે વિધાનસભાની ચૂંટણીઓ યોજવા સહિત અન્ય પગલાઓ પણ ટૂંક સમયમાં લેવામાં આવશે.

Jammu Kashmirમાં કેન્દ્ર સરકારે લીધેલાં પગલાંને પગલે યુરોપિયન યુનિયનના અધિકારીએ કહ્યું, “અમે વિધાનસભાની ચૂંટણીઓ યોજવા સહિતના રાજકીય અને આર્થિક ક્ષેત્રે લેવામાં આવતા અન્ય ઘણા મહત્વપૂર્ણ પગલાઓની રાહ જોઈ રહ્યા છીએ. તેમણે કહ્યું કે ઓનલાઈન અને ઓફલાઈન અભિવ્યક્તિની સ્વતંત્રતા લોકશાહીમાં મહત્વનું છે. અધિકારીએ વધુમાં કહ્યું કે અમે આ મામલે ભારત સાથે વાતચીત ચાલુ રાખવામાં માંગીએ છીએ.

આ પ્રવાસમાં બેલ્જિયમ, એસ્ટોનીયા, ફિનલેન્ડ, ફ્રાન્સ, ઈટાલી, આયર્લેન્ડ, નેધરલેન્ડ, પોર્ટુગલ, સ્પેન અને સ્વીડનના રાજદૂત પણ શામેલ હતા. બાકીના રાજદૂતો વિવિધ દેશો જેવા કે બાંગ્લાદેશ, બ્રાઝિલ, ચિલી, ક્યુબા, ઘાના, કિર્ગિઝ રિપબ્લિક અને મલેશિયાના હતા. કેન્દ્ર સરકારે કહ્યું છે કે સીમાંકન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી યોજાશે. ગયા વર્ષે સ્વતંત્રતા દિવસના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ‘સીમાંકન પ્રક્રિયા પૂરી થતાં જ જમ્મુ કાશ્મીરમાં ભવિષ્યમાં ચૂંટણીઓ યોજાશે, જેથી કેન્દ્રશાસિત પ્રદેશની નવી સરકાર જોરશોરથી બની શકે અને વિકાસ થઈ શકે.

બે દિવસીય મુલાકાત પર બોલતા કેટલાક રાજદ્વારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે પરિસ્થિતિમાં સુધારો થવાના સંકેત મળ્યા છે. રાજદ્વારીઓએ એમ પણ કહ્યું હતું કે મોટાભાગના રાજકારણીઓ, નાગરિક સમાજના પ્રતિનિધિઓ અને ઉદ્યોગપતિઓ જેઓએ તેમની સાથે વાતચીત કરી હતી, તેઓએ સામાજિક અને આર્થિક વિકાસ, રોકાણ અને રોજગાર નિર્માણની ખાતરી કરવા માટે વધુ પગલાં લેવાની જરૂર પર ભાર મૂક્યો હતો.

આ પણ વાંચો: વિરાટ કોહલીએ પણ અનુભવ્યુ હતુ ડિપ્રેશન, ભીડમાં પણ અનુભવતો હતો એકલતા, જાણો શું કહ્યું

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati