જયરામ રમેશ બોલ્યા ISROને વૈજ્ઞાનિક ઉપક્રમ તરીકે કામ કરવા દેવુ જોઇએ, જિતેન્દ્ર સિંહે કર્યો પલટવાર જાણો શું કહ્યુ ?

જયરામ રમેશ બોલ્યા ISROને વૈજ્ઞાનિક ઉપક્રમ તરીકે કામ કરવા દેવુ જોઇએ, જિતેન્દ્ર સિંહે કર્યો પલટવાર જાણો શું કહ્યુ ?
EOS-03

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો) જીએસએલવી રૉકેટ ભૂ-અવલોકન ઉપગ્રહ ઇઓએસ-03ને કક્ષામાં સ્થાપિત કરવામાં ગુરુવારે નિષ્ફળ રહ્યુ રૉકેટમાં ઓછુ તાપમાન રાખવાના કારણે ક્રાયોજેનિક ચરણમાં ખરાબી આવી અને આ કારણે મિશન પૂર્ણ ન થઇ શક્યુ.

TV9 GUJARATI

| Edited By: Niyati Trivedi

Aug 13, 2021 | 1:15 PM

રૉકેટ ભૂ-અવલોકન ઉપગ્રહ ઇઓએસ-03ને કક્ષામાં સ્થાપિત કરવામાં સફળતા ન મળી તે બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે(Jairam Ramesh) કહ્યુ કે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનને (ISRO) એક વૈજ્ઞાનિક ઉપક્રમના (Enterprise) રુપમાં કામ કરવા દેવુ જોઇએ.કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે તેના પર પલટવાર કરતા કહ્યુ કે કોંગ્રેસના શાસનકાળમાં અંતરિક્ષ સંબંધી ઘણી ગડબડી થઇ .અને તેમાં જાણીતા અંતરિક્ષ વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઇનુ શંકાસ્પદ મૃત્યુ પણ સામેલ છે.

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો) જીએસએલવી રૉકેટ ભૂ-અવલોકન ઉપગ્રહ ઇઓએસ (EOS)-03ને કક્ષામાં સ્થાપિત કરવામાં ગુરુવારે નિષ્ફળ રહ્યુ રૉકેટમાં ઓછુ તાપમાન રાખવાના કારણે ક્રાયોજેનિક ચરણમાં ખરાબી આવી અને આ કારણે મિશન પૂર્ણ ન થઇ શક્યુ.  ઇસરોએ (ISRO) જણાવ્યુ કે પહેલા અને બીજા ચરણમા રૉકેટનુ પ્રદર્શન સામાન્ય રહ્યુ હતુ.

વિજ્ઞાન અને પ્રાદ્યોગિકી પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન સંબંધી સંસદની સ્થાયી સમિતિના પ્રમુખ જયરામ રમેશે ટ્વીટ કરી  ઇસરો પરત ફરી શકે છે અને કરશે. જો કે તેને તે જ રીતે વૈજ્ઞાનિક અને પ્રૌધોગિકી ઉપક્રમ તરીકે કામ કરવા દેવુ જોઇએ જેમ વિક્રમ સારાભાઇ અને સતીશ ધવને બનાવ્યુ હતુ. હવે આને લઇને બહુ રાજકીય દેખાડો છે. સારાભાઇને ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના જનક કહેવામાં આવે છે. 1971માં તેમનુ અવસાન થઇ ગયુ હતુ.

જયરામ રમેશ પર પલટવાર કરતા જિતેન્દ્ર સિહે (Dr. Jitendra Singh) કહ્યુ જયરામ જી મહેરબાની કરીને એ ન ભૂલો કે વિક્રમ સારાભાઇનુ શંકાસ્પદ મૃત્યુ સહિત અંતરિક્ષ સંબંધી વધારે ગડબડો કોંગ્રેસના શાસનકાળ દરમિયાન થઇ. એ હિસાબથી જોઇએ તો જો કોંગ્રેસ રાજકીય દખલથી દૂર રહેતી તો સારાભાઇ વર્ષો સુધી યોગદાન આપી શકતા .

આ પણ વાંચોદેશમાં 5.82 કરોડ જનધન ખાતાધારકો સરકારી યોજનાઓનો લાભથી વંચિત રહેશે, જાણો કેમ?

આ પણ વાંચોDELHI : રાજ્યસભામાં ધક્કામુક્કી અંગે માર્શલોએ વિપક્ષી સાંસદો પર લગાવ્યાં ગંભીર આરોપ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati