હું સિંહનો પુત્ર છું જંગ હજુ ચાલુ છે, એલજેપીમાં વિભાજન પર બોલ્યા Chirag Paswan

ચિરાગ પાસવાને(Chirag Paswan) કહ્યું કે હું સિંહનો પુત્ર છું, જ્યારે હું તે સમયે વિધાનસભાની ચૂંટણીમાં એકલો જઇ શકું છું. જ્યારે આજે મારી સાથે  મારા સાથીઓ, પદાધિકારીઓ, અને બિહારના લોકોના આશીર્વાદ  છે.

હું સિંહનો પુત્ર છું જંગ હજુ ચાલુ છે, એલજેપીમાં વિભાજન પર બોલ્યા Chirag Paswan
એલજેપીમાં વિભાજન પર બોલ્યા ચિરાગ પાસવાન

લોક જનશક્તિ પાર્ટી (LJP)ના નેતા ચિરાગ પાસવાને(Chirag Paswan)પાર્ટીમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ઘણા સવાલોના જવાબ આપ્યા. તેમણે કહ્યું કે મારા પિતાએ ભરોસા અને વિશ્વાસ સાથે પાર્ટીની રચના કરી હતી. પરંતુ આજે વિશ્વાસ તૂટી રહ્યો છે.

ચિરાગે કહ્યું કે હું સિંહનો પુત્ર છું

હું કોઈ પણ સંજોગોમાં આ જોઈ શકતો નથી. તેમણે કહ્યું કે હું લાંબી લડત લડીશ અને કાયદાકીય રીતે જે થશે તે કરવામાં આવશે. ચિરાગે કહ્યું કે હું સિંહનો પુત્ર છું, જ્યારે હું તે સમયે વિધાનસભાની ચૂંટણીમાં એકલો જઇ શકું છું. જ્યારે આજે મારી સાથે  મારા સાથીઓ, પદાધિકારીઓ, અને બિહારના લોકોના આશીર્વાદ  છે.

પાર્ટીનું બંધારણ તેમને આવો કોઈ અધિકાર આપતું નથી.

ચિરાગ પાસવાને(Chirag Paswan) પાર્ટીમાં ચાલી રહેલા વિવાદ પર કહ્યું કે તેમાં જેડીયુનો હાથ લાગે છે. જેડીયુએ હંમેશા ભાગલા પાડો અને શાસન કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે તેમના કાકા પશુપતિ કુમાર પારસની આગેવાની હેઠળના જૂથ દ્વારા લીધેલા નિર્ણયોને નકારતાં કહ્યું હતું કે પાર્ટીનું બંધારણ તેમને આવો કોઈ અધિકાર આપતું નથી.

જે બન્યું તે એક આંતરિક બાબત

પાર્ટીના વિભાજન માટે જેડી (યુ) ને જવાબદાર ઠેરવતા તેમણે આ મુદ્દે ભારતીય જનતા પાર્ટી ની ભૂમિકા અંગેના પ્રશ્નોને ટાળી દીધા હતા અને કહ્યું હતું કે જે બન્યું તે એક આંતરિક બાબત છે. જેની માટે તે અન્ય લોકોને નિશાન નહિ બનાવે પાસવાને જણાવ્યું હતું કે, તે એક લાંબી લડાઇ લડવાના છે.

એક ષડયંત્ર રચવામાં આવ્યું

તેમણે કહ્યું કે કેમ કે તેમના નેતૃત્વ હેઠળનું જૂથ એલજેપી(LJP)ની પર પોતાનો દાવો કરવા માટે પશુપતિ કુમાર પારસની આગેવાની હેઠળના  પાંચ પક્ષના સાંસદોના જૂથ સાથે લડી રહ્યું છે. તેમણે કહ્યું, “જ્યારે મારા પિતા રામ વિલાસ પાસવાન જીવતા હતા, ત્યારે પણ જેડી (એલ) એલજેપી(LJP)ના ભાગલા પાડવામાં વ્યસ્ત હતી. જ્યારે હું બીમાર હતો ત્યારે પણ એક ષડયંત્ર રચવામાં આવ્યું હતું.”

પ્રિન્સ મારા ભાઇ જેવો નહિ પુત્ર જેવો 

પ્રિન્સ અંગે તેમણે કહ્યું કે તેમણે તે આવું કરશે તેવું મે ક્યારેય વિચાર્યું ન હતું. પ્રિન્સના આ વર્તનથી હું વ્યક્તિગત રીતે દુખી છું. તેમણે કહ્યું કે જ્યારે પ્રિન્સ પર આક્ષેપો કરવામાં આવ્યા હતા ત્યારે મેં જાતે યુવતી અને પ્રિન્સ સાથે વાત કરી હતી.તેની બાદ મેં તેમને પોલીસ જોડે જવાની સલાહ આપી. પ્રિન્સ મારા ભાઇ જેવો નહિ પુત્ર જેવો છે. પારસના એકપક્ષીય નિર્ણયના સવાલ પર ચિરાગ પાસવાને કહ્યું કે જો તેમને કંઇક ખોટું લાગ્યું હોત તો તેમણે એમ કહેવું જોઈએ કે તેમને વાંધો ઉઠાવવો જોઇએ.