ગૃહ મંત્રી અમિત શાહે આર્ટીકલ 370 દૂર કરવાના ફાયદા ગણાવ્યા, કહ્યું- હવે જમ્મુ-કાશ્મીરમાં લોકોના મતથી બનશે રાજા

ગૃહ મંત્રી અમિત શાહે આર્ટીકલ 370 દૂર કરવાના ફાયદા ગણાવ્યા, કહ્યું- હવે જમ્મુ-કાશ્મીરમાં લોકોના મતથી બનશે રાજા

લોકસભામાં ગૃહ પ્રધાન અમિત શાહે આજે  જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન (સુધારો) બિલ, 2021 પરની ચર્ચાનો જવાબ આપતા આર્ટીકલ 37૦ નાબૂદ કરવાના ફાયદા ગણાવ્યા હતા.

Chandrakant Kanoja

| Edited By: Utpal Patel

Feb 13, 2021 | 3:47 PM

લોકસભામાં ગૃહ પ્રધાન Amit Shah  આજે  જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન (સુધારો) બિલ, 2021 પરની ચર્ચાનો જવાબ આપતા આર્ટીકલ 37૦ નાબૂદ કરવાના ફાયદા ગણાવ્યા હતા. ગૃહ પ્રધાન કહ્યું કે આર્ટીકલ 370 બતાડીને ત્રણ પરિવારોએ ત્યાં 70 વર્ષ શાસન કર્યું. ગૃહમંત્રીએ કહ્યું કે પ્રથમ વખત જમ્મુ-કાશ્મીરમાં પંચાયતી રાજ પ્રણાલીનો સંપૂર્ણ અમલ કરવામાં આવ્યો છે. હવે ત્યાં રાજા કોઇ રાણીના પેટમાંથી જન્મ લેશે નહીં રાજા વોટથી બનશે.

ગૃહ પ્રધાન Amit Shah એ  કહ્યું અમે આર્ટીકલ 37૦ નાબૂદ કરી અને ત્યાં પ્રથમ પંચાયતી રાજ પ્રણાલીની સ્થાપના કરી. ડો. બી.આર. આંબેડકરે કહ્યું હતું કે હવે રાણીઓના પેટમાંથી રાજાનો જન્મ નહીં થાય, ગરીબ, પછાત અને દલિતોનો મતથી રાજાનો જન્મ થશે. પરંતુ કાશ્મીરમાં રાજાનો જન્મ રાણીના પેટમાંથી થતો હતો. ત્રણ પરિવારોનું જ શાસન રહ્યું હતું., જેથી તેમને આર્ટીકલ 370 જોઈએ છે. પરતું હવે ત્યાં પણ મત દ્વારા રાજાનો જન્મ થશે. ગૃહમંત્રીએ કહ્યું કે જ્યારે રાણીના પેટમાંથી રાજાનો જન્મ થાય છે ત્યારે તે લોકોની સેવા કરતા નથી. જ્યારે મતથી બને છે ત્યારે તે લોકોની સેવા કરે છે.

ગૃહ પ્રધાને કહ્યું, “આજે પૂછવામાં આવી રહ્યું છે કે આર્ટીકલ 370 હટાવતી વખતે આપેલા વચનોનું શું થયું, તેને 17 મહિના થયા છે. તમે અમને ગણતરી કરવાનું કહી રહ્યા છો, તેમજ તમે 70 વર્ષ કર્યું તેના હિસાબ લાવ્યા છે ? જો તે 70 વર્ષ સુધી સારી રીતે ચાલ્યું હોત તો અમારે હિસાબો પૂછવાની જરૂર ન હોત. આર્ટીકલ હટાવવાનો આ મુદ્દો કોર્ટમાં છે. કોર્ટે કાયદા ઉપર સ્ટે આપ્યો નથી તેને ધ્યાનમાં રાખ્યો છે જો કોર્ટ પૂછશે તો અમે જવાબ આપીશું. ”

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati