હિતુ કનોડીયા ગીતની પંક્તિ ગાઈને થયા ભાવુક, નાના છીએ, મોટા થઈશુ તો ય કદી ના છેટા થઈશુ, સાથે જીવશુ સાથે મરશુ ની જેમ બન્ને સાથે જીવ્યા અને સાથે જ નિધન પામ્યા

ગુજરાતી ફિલ્મના સુપર સ્ટાર નરેશ કનોડિયાના નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન થયા બાદ, તેમના પૂત્ર હિતુ કનોડીયાએ, નરેશ કનોડીયાને મિલેનિયમ મેગાસ્ટાર ગણાવ્યા હતા. મહેશ અને નરેશ બન્નેને બે દિવસનું અંતર રહ્યું હોવા અંગે તેમણે કહ્યું કે લોકો મહેશ અને નરેશને રામ લક્ષ્મણની જોડી કહેતા હતા. બન્ને તે રીતે જ જીવ્યા અને નિધન પામ્યા છે. હિતુ કનોડીયાએ ભાવુક […]

હિતુ કનોડીયા ગીતની પંક્તિ ગાઈને થયા ભાવુક, નાના છીએ, મોટા થઈશુ તો ય કદી ના છેટા થઈશુ, સાથે જીવશુ સાથે મરશુ ની જેમ બન્ને સાથે જીવ્યા અને સાથે જ નિધન પામ્યા
Bipin Prajapati

|

Oct 27, 2020 | 2:41 PM

ગુજરાતી ફિલ્મના સુપર સ્ટાર નરેશ કનોડિયાના નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન થયા બાદ, તેમના પૂત્ર હિતુ કનોડીયાએ, નરેશ કનોડીયાને મિલેનિયમ મેગાસ્ટાર ગણાવ્યા હતા. મહેશ અને નરેશ બન્નેને બે દિવસનું અંતર રહ્યું હોવા અંગે તેમણે કહ્યું કે લોકો મહેશ અને નરેશને રામ લક્ષ્મણની જોડી કહેતા હતા. બન્ને તે રીતે જ જીવ્યા અને નિધન પામ્યા છે. હિતુ કનોડીયાએ ભાવુક થતા, નરેશ કનોડીયા અભિનિત ગુજરાતી ફિલ્મના મેરુ માલણ ગીતની પંક્તિ ગાઈને બન્ને ભાઈને શ્રધ્ધાજલી અર્પી હતી…. તુ મારો મેરુ હુ તારી માલણ..નાના છીએ, મોટા થઈશુ. તો ય કદી ના છેટા થઈશુ.. સાથે હરશુ સાથે ફરશુ…સાથે જીવશુ અને સાથે મરશુ. હવે સ્વર્ગમાં મહેશ નરેશ એન્ડ પાર્ટીની ધમાલ ચાલતી હશે….

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati