“તે મને ગોળી મારી શકે છે પણ, સ્પર્શી નહી શકે” રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર શાબ્દિક હુમલો

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે ખેડૂત આંદોલન, ભારત-ચીન ગતિરોધ, ટીઆરપી સ્કેમ સહિતના વિભિન્ન મુદ્દાઓ પર કેન્દ્ર સરકારને આડે હાથ લીધી હતી.

“તે મને ગોળી મારી શકે છે પણ, સ્પર્શી નહી શકે” રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર શાબ્દિક હુમલો
"He can shoot me but he can't touch me" Rahul Gandhi's literal attack on the central government
Hardik Bhatt

| Edited By: Bipin Prajapati

Jan 19, 2021 | 5:37 PM

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે ખેડૂત આંદોલન, ભારત ચાઇના ગતિરોધ, ટીઆરપી કૌભાંડ સહિતના વિવિધ મુદ્દાઓ પર કેન્દ્ર સરકાર પર જોરદાર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં કહ્યું કે, “હું નરેન્દ્ર મોદી અને અન્ય લોકોથી ડરતો નથી. હું એક સુઘડ માણસ છું. આ લોકો મને સ્પર્શ પણ કરી શકતા નથી, તેઓ મને ગોળી મારી શકે છે. આજે મારી વાત ના સાંભળશો, જ્યારે તમે ગુલામ બનશો, ત્યારે વિશ્વાસ કરજો.” સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સમિતિના સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હું સુપ્રીમ કોર્ટ પર કોઈ ટિપ્પણી કરીશ નહીં, ભારત સુપ્રીમ કોર્ટની વાસ્તવિકતા જોઈ શકે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે દરેક ઉદ્યોગમાં ચાર-પાંચ લોકોનો ઈજારો વધતો જાય છે, એટલે કે આ દેશના ચાર-પાંચ નવા માલિકો છે. આજ સુધી, કૃષિમાં કોઈ એકાધિકાર નથી. નરેન્દ્ર મોદી ખેતીના આખા ઢાંચાને પણ ચાર-પાંચ લોકોના હાથમાં આપી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું, “આજે દેશની સામે એક ત્રાસદી આવી છે, સરકાર દેશની સમસ્યાને અવગણવા માંગે છે અને ખોટી માહિતી આપી રહી છે.” હું એકલા ખેડૂતો વિશે બોલવાનો નથી કારણ કે તે દુર્ઘટનાનો એક ભાગ છે. યુવાનો માટે આ મહત્વપૂર્ણ છે. તે વર્તમાન વિશે નહીં પણ તમારા ભવિષ્ય વિશે છે.’ તેમણે કહ્યું કે નવા કૃષિ કાયદા એવી રીતે બનાવવામાં આવ્યા છે કે તે દેશના કૃષિ ક્ષેત્રને બરબાદ કરી નાંખશે. સરકાર ખેડૂતોનું ધ્યાન હટાવવા પ્રયાસ કરી રહી છે, સરકાર ખેડૂતો સાથે વાત કરવાનું કહી રહી છે. 9 વખત વાત થઈ છે, સરકાર આ મામલાને કોર્ટમાં ખેંચી રહી છે. રાહુલે કહ્યું કે આ ત્રણેય કાયદા એક પ્રક્રિયા છે, તેઓ અહીં રોકાવાના નથી. તેમનું લક્ષ્ય ભારતના ખેડૂતને ખતમ કરવા અને આખી કૃષિ પ્રણાલી ત્રણ-ચાર મિત્રોને આપવાનું છે. તેમણે યુવાનોને ખેડુતોને ટેકો આપવા અપીલ કરી છે. ‘જો ચીનને સ્પષ્ટ સંદેશ નહીં આપો તો તેઓ લાભ લેશે’. સરહદ પર ચીન સાથે ચાલી રહેલા વિવાદ અંગે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ચીન ભારતની નબળાઇ જોઈ રહ્યું છે, ચીન પાસે વ્યૂહાત્મક દ્રષ્ટિ છે, તે વિશ્વને આકાર આપવા માંગે છે. હિન્દુસ્તાનમાં વ્યૂહાત્મક દ્રષ્ટિ નથી. ચીને ડોકલામ અને લદાખમાં હિન્દુસ્તાનની કસોટી કરી, જો ચીનને સ્પષ્ટ સંદેશો નહીં અપાય તો ચીન આનો લાભ લેશે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કૃષિ કાયદા અંગે ‘ખેતી કા ખૂન, તીન કાલે કાનૂન’ પુસ્તિકા બહાર પાડી હતી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati