
ઈન્ડિયન નેશનલ લોકદળ નેતા અભય ચૌટાલાની આવકથી વધારી સંપત્તિના મામલે મુશ્કેલી વધી છે. અભય ચૌટાલાના સિરસા સ્થિત તેજાખેડા ફાર્મ હાઉસ પર EDએ દરોડા પાડ્યા હતા. CRPFના કાફલા સાથે EDની ટીમ પહોંચી હતી. તમામ ડોક્યુમેન્ટની તપાસ કરવામાં આવી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
અભય ચૌટાલા, હરિયાણાના નાયબ મુખ્યપ્રધાન દુષ્યંત ચૌટાલાના કાકા છે. જો કે, પાર્ટીમાં વર્ચસ્વના કારણે કાકા-ભત્રીજા વચ્ચે વિવાદ સર્જાયો હતો. જે બાદ દુષ્યંત ચૌટાલા અને દિગ્ગવિજય ચૌટાલાએ ઈનેલોને છોડી અલગ પાર્ટી બનાવી હતી. જેજેપી નામની પાર્ટીએ હરિયાણા વિધાનસભામાં 10 બેઠક પણ મેળવી છે. ભાજપની એકલા હાથે જીત ન મળતા દુષ્યંતની પાર્ટીનો સાથ લીધો હતો. જે બાદ દુષ્યંત હવે નાયબ મુખ્યપ્રધાન છે. જો કે, દુષ્યંતના કાકા અભય ચૌટાલા પર સંપત્તિ મામલે છેલ્લા 13 વર્ષથી કાર્યવાહી ચાલી રહી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો