Haryana : બજેટ સત્ર દરમિયાન રડી પડ્યા CM Khattar, જાણો શું હતું કારણ

Haryana : વિધાનસભામાં ભાવુક થઈને CM Khattarએ કહ્યું કે કોંગ્રેસના મોંઘવારી વિરોધી પ્રદર્શનમાં મહિલાઓ સાથે મજૂરો કરતાં પણ ખરાબ વર્તન કરવામાં આવ્યું.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Mar 10, 2021 | 1:24 PM

Haryana : હરિયાણા વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર (CM Manoharlal Khattar)ભાવુક થઈને રડી પડ્યા હતા. એમના આ રુદન પાછળનું કારણ  મહિલા દિવસ પર જ  કોંગ્રેસના મોંઘવારી વિરોધી પ્રદર્શનમાં મહિલાઓ પર કથિત રીતે થયેલા અપરોક્ષ અત્યાચાર એ હતું. 

ભાવુક થઈને રડી પડ્યા CM Khattar
હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર વિધાનસભામાં મંગળવારે બજેટસત્ર દરમિયાન ભાવુક થઈને રડી પડ્યા હતા. તેમણે કહ્યું, “મે જ્યારે ટીવીમાં જોયું કે Congress નેતા ભૂપેન્દ્રસિંહ હુડ્ડા (Bhupendrasinh Hoodda) પ્રદર્શન દરમિયાન ટ્રેક્ટર પર બેઠા છે અને કોંગ્રેસ પાર્ટીના મહિલા ધારાસભ્ય એ ટ્રેક્ટરને દોરડાથી ખેંચી રહ્યા છે, ત્યારે મને બહું દુખ થયું.” આટલું કહીને મનોહરલાલ ખટ્ટર રડી પડ્યા.  

મહિલા ધારાસભ્ય સાથે મજૂરો કરતાં ખરાબ વર્તન 
એમણે આંસુ લૂછતાં કહ્યું કે મન પર ભાર મૂકીને હું આ વાત કહેવા માંગુ છું. કાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women’s Day) હતો અને સમગ્ર દુનિયામાં  ધૂમધામથી મહિલા દિવસ ઉજવવામાં આવ્યો. વિધાનસભામાં પણ પુરા સત્રનું સંચાલન મહિલાઓને સમર્પિત કરવામાં આવ્યું છે. પણ અહીથી જઈને ટીવીમાં સમાચારમાં જોયું તો ખબર પડી કે આ મહિલાઓ સાથે મજૂરો કરતાં ખરાબ વર્તન કરવામાં આવ્યું છે. 

મહિલા પર અત્યાચારો રોકવા તત્પર છીએ : CM Khattar
એમણે કહ્યું કે કોંગ્રેસનું પ્રદર્શન ભલે મોંઘવારી પર હતું પણ, જો મહિલા ધારાસભ્ય ટ્રેક્ટર પર બેઠા હોત અને હુડ્ડા અન્ય ધારાસભ્યો સાથે મળીને એ ટ્રેક્ટરને દોરડાથી ખેંચી રહ્યાં હોત સારું હોત. આ દરમિયાન હુડ્ડાએ પોતાનો પક્ષ રાખવાનો પ્રયત્ન કર્યો, પણ મનોહરલાલે પોતાની વાત આગળ વધારતા કહ્યું કે મારી વધુ એક વ્યથા છે. મહિલાઓ પ્રત્યેના અત્યાચારો રોકવા મને વિપક્ષનો સહયોગ જોઈએ છે, સમાજના લોકોનો સહયોગ જોઈએ છે.  અમે દિલથી મહિલાઓ પ્રત્યેના અત્યાચારો રોકવા ઈચ્છીએ છીએ.

હુડ્ડાએ કર્યો CM Khattar પર પ્રહાર 
જો કે બરાબર મનોહરલાલ ખટ્ટરના નિવેદન બાદ પૂર્વ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ કહ્યું કે ખેડૂત આંદોલનમાં દિલ્હી બોર્ડર પર પોતાના સંતાનોને લઈને ખુલ્લા આકાશ નીચે બેસેલી મહિલાઓ પ્રત્યે આપનું હૃદય કેમ નથી પીગળતું? આ સાથે જ કોંગ્રેસના મહિલા ધારાસભ્ય કિરણ ચૌધરીએ પણ હુડ્ડાના સમર્થનમાં મુખ્યપ્રધાન ખટ્ટર  પર પ્રહાર કરતાં કહ્યું કે હરિયાણામાં વધતાં જતાં મહિલા અત્યાચારો પર લગામ કેમ નથી લગાવતા ? 

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">