Haryana : અનીલ વીજે નરેન્દ્રસિંહ તોમરને પત્ર લખીને કહ્યું, ખેડૂત કાયદાઓ અંગે ખેડૂતો સાથે ફરી ચર્ચા કરો

Haryana : પત્રમાં અનિલ વિજે જણાવ્યું કે આંદોલનકારી ખેડૂતો કોવિડ ગાઈડલાઈનનું પાલન કરી શકતા નથી.

Haryana : અનીલ વીજે નરેન્દ્રસિંહ તોમરને પત્ર લખીને કહ્યું, ખેડૂત કાયદાઓ અંગે ખેડૂતો સાથે ફરી ચર્ચા કરો
PHOTO SOURCE : ANI
Follow Us:
| Updated on: Apr 11, 2021 | 9:42 PM

Haryana : હરિયાણાના ગૃહપ્રધાન અનીલ વીજે કેન્દ્રીય કૃષિપ્રધાન નરેન્દ્રસિંહ તોમરને પત્ર લખ્યો છે. પત્રમાં અનીલ વીજે નરેન્દ્રસિંહ તોમરને કહ્યું કે કેન્દ્ર સરકાર ખેડૂત કાયદાઓ અંગે ખેડૂતો સાથે ફરી ચર્ચા કરે, કારણકે આંદોલનકારી ખેડૂતો કોવિડ ગાઈડલાઈનનું પાલન કરી શકતા નથી.

કોરોનાને લઈને ખેડૂતો અનેગ ચિંતા વ્યક્ત કરી Haryana ના ગૃહપ્રધાન અનિલ વિજે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરને એક પત્ર લખીને વિનંતી કરી છે કે તેઓ કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે વાતચીત ફરી શરૂ કરે કારણ કે કોરોના વાયરસના સંક્રમણનો ભય સતત ચાલુ રહે છે. આંદોલનકારી ખેડૂતો કોવિડ ગાઈડલાઈનનું પાલન કરી શકતા નથી. દેશભરમાં કોરોના વાયરસના કેસોમાં વધારો અને હરિયાણામાં પણ કથળતી સ્થિતિ નો ઉલ્લેખ કરતાં વિજે કહ્યું હતું કે, તેઓ દિલ્હીની સરહદ પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતો અંગે ચિંતિત છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

હરિયાણામાં કોરોના ફેલાવાનો ભય અનીલ વીજે પત્રમાં કહ્યું કે હરિયાણામાં કોરોના વાયરસ સંક્રમણની સ્થિતિને નિયંત્રણમાં લાવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ Haryana ની સરહદે બેઠેલા હજારો વિરોધ કરનારા ખેડૂતોની ચિંતા છે અને મારે તેમને કોરોનાથી બચાવવા પડશે.વિજે 9 એપ્રિલે પોતાના પત્રમાં કહ્યું કે એક ચિંતા પણ છે કે તેમની પાસેથી આ રોગ સમગ્ર રાજ્યમાં ન ફેલાય જાય.

ખેડૂતો કોવિડ ગાઈડલાઈનનું પાલન કરી નથી શકતા અનીલ વીજે પત્રમાં એ પણ લખ્યું કે દિલ્હી અને હરિયાણાની સરહદે પ્રદર્શન કરી રહેલા ખેડૂત આંદોલનકારીઓ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરી શકતા નથી.તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ખેડૂતોની સમસ્યાઓના નિરાકરણ માટે ઘણા પ્રયત્નો કર્યા છે અને અનેક મંત્રણા પણ કરી હતી, પરંતુ કેટલાક કારણોસર હજી સુધી તેનો ઉકેલ આવ્યો નથી. તેમણે કહ્યું, “અનિશ્ચિતતાની સ્થિતિ યથાવત્ છે, કારણ કે લાંબા સમયથી કોઈ વાતચીત થઈ નથી. હું માનું છું કે કોઈ પણ સમસ્યાનું સમાધાન વાતચીત દ્વારા થઈ શકે છે.” વિજે પોતાના પત્રમાં લખ્યું છે, “તેથી, હું તમને વિનંતી કરું છું કે વાતચીત ફરી શરૂ થવી જોઈએ, જેથી આ મુદ્દો હલ થાય અને પ્રદર્શન પૂર્ણ થાય.”

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">