Gujarat Vidhansabha: ધારાસભ્યએ પહેરી T-Shirt અને વિપક્ષે પાડી પસ્તાળ, જાણો આખરે શું હતો વિવાદ

Gujarat Vidhansabha: ગુજરાત વિધાનસભામાં આજે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા ટી શર્ટ પહેરીને આવતા તેમને ગૃહમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે આ અંગે વિધાનસભાના શુ છે નિયમ અને વિધાનસભાની કામગીરી બાબતે રાજકીય વિશ્લેષકનું શુ કહેવું છે ?

Gujarat Vidhansabha: ધારાસભ્યએ પહેરી T-Shirt અને વિપક્ષે પાડી પસ્તાળ, જાણો આખરે શું હતો વિવાદ
ગુજરાત વિધાનસભા- ટી શર્ટનો મુદ્દો બન્યો ચર્ચાસ્પદ
Kinjal Mishra

| Edited By: Pinak Shukla

Mar 15, 2021 | 6:28 PM

Gujarat Vidhansabha: વિધાનસભા ગૃહની કાર્યવાહીમાં આજે પ્રશ્નોત્તરી કે બિલની ચર્ચા કરતા વધુ ટીશર્ટનો મુદ્દો ચર્ચાયો એ હદ સુધી આ મુદ્દા ઉપર ચર્ચા થઈ કે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા ટીશર્ટ પહેરીને આવેલા કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાને સાર્જન્ટ દ્વારા ગૃહમાંથી બહાર કાઢવાનો આદેશ કરાયો તો રાજ્ય સરકાર દ્વારા વિમલ ચુડાસમાને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત પણ કરવામાં આવી. જો કે મુખ્યપ્રધાન દ્વારા મધ્યસ્થી કરાઈ દરખાસ્તને પાછી ખેંચવામાં આવે પરંતુ સવાલ આખો એવો થાય છે કે શું ટી શર્ટ પહેરવી એ યોગ્ય છે ? શું છે નિયમો જાણીએ..

સામાન્ય રીતે વિધાનસભામાં રાજ્યના પ્રજાલક્ષી પ્રશ્નોની ચર્ચા થતી હોય છે સાથે જ મહત્વના બિલ તેમજ સુધારા ઉપર ચર્ચા થતી હોય છે જો કે આજે ગ્રુપ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા ની ટી શર્ટ પહેરવા મામલે આમને સામને આવી ગયો જેનો કારણ હતું વિધાનસભા ગૃહ ના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને ગત સપ્તાહ ના પહેરવાની ટકોર બાદ પણ આજે વિમલ ચુડાસમા ટીશર્ટ પહેરીને આવ્યા હતા જેની પર અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી નું ધ્યાન જતા કપડા બદલીને ગૃહમાં આવવાનો સૂચન કરાયુ. જોકે વિમલ ચુડાસમા એ આ બાબતે ઇનકાર કર્યો તેમજ પ્રજાની વચ્ચે પણ તે આ રીતે જ ફરે છે અને ટી-શર્ટ પહેરવામાં કંઈ ખોટું ન હોવાનો જણાવ્યા જોકે વિધાનસભાના અધ્યક્ષે પહેલા પણ ટકોર કરી હોવાને કારણે વિમલ ચુડાસમા નું વર્તન જાણી કરીને ગણોનો અનાદર કરતા હોવાનો લાગ્યું જેના કારણે સર્જાતા દ્વારા તેમણે ગૃહમાંથી બહાર મોકલવામાં આવ્યા સાથે જ અધ્યક્ષ વિમલ ચુડાસમા ને ત્રણ દિવસ માટે સસ્પેન્ડ કરવા દરખાસ્ત રજુ કરવા ગયો જેને પગલે ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા દ્વારા વિમલ ચુડાસમા ને ગૃહનું અનાદર કરવા બદલ ત્રણ દિવસ કરવાની દરખાસ્ત મૂકવામાં આવી. જાનુ કોંગ્રેસ દ્વારા સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો સાથે જ આદર ખાસ માત્ર એક ધારાસભ્ય સામે નહીં પરંતુ તમામ ધારાસભ્ય માટે અપમાન કરવાનો કોંગ્રેસે સૂર્ય તેમજ ભૂતકાળમાં પણ ભાજપના કેટલાક એમ.એલ.એ ટીશર્ટ પહેરીને આવતા હોવાની પણ એ પણટીપ્પણી કરી

જોકે હાઉસમાં ટીશર્ટ પહેરીને આવવાનો આ કોઈ પહેલો કિસ્સો નથી ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી મંત્રી જયેશ રાદડીયા અવારનવાર હાઉસમાં ટીશર્ટ સાથે નજરે ચડયા છે તો ભાજપના એમ.એલ.એ મધુ શ્રીવાસ્તવ પણ આજે ટીશર્ટ પહેરીને આવ્યા હતા.જો વિધાન સભા ના ફોટો કોલ અને નિયમોની વાત કરવામાં આવે તો ક્યાંય લેખિતમાં જણાવાયું નથી કે ધારાસભ્યોએ ગૃહમાં ટીશર્ટ પહેરીને આવી ન શકે સાથે જ ક્યાંય ડ્રેસ કોડ નો પણ ઉલ્લેખ કરાયો નથી જેના કારણે આજના અધ્યક્ષના નિર્ણયને લઈને ભાજપમાં પણ કેટલા મત મતાંતર હતા સાથે જ રાજકીય વિશ્લેષકો પણ આ બાબતને અયોગ્ય માની રહ્યા છે

સમગ્ર મામલે રાજકીય વિશ્લેષક હરિભાઈ ચૌધરી એ પ્રતિક્રિયા આપતા આજની ઘટના ને અયોગ્ય ગણાવી હતી. વિધાનસભા ના અધ્યક્ષ દ્વારા કરાયેલી સૂચના નું પાલન થવું જોઈએ જો કે કોઈ mla ને ગૃહ માંથી ડ્રેસ કોડ મામલે બહાર કાઢી દેવા તેમજ તેમની સામે સસ્પેનશન ની દરખાસ્ત મંગાવવી અયોગ્ય હોવાનું જણાવ્યું હતું

ઉલ્લેખનીય છે કે લોકસભા અને રાજ્યસભામાં પણ રાજકીય પક્ષના નેતાઓ ટી-શર્ટમાં જોવા મળ્યા છે જેમાં પછી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી નો પણ સમાવેશ થાય છે એટલે કે ગૃહમાં mla ના ડ્રેસકોડ ને લઈને કોઈ લેખિત માં નિયમ નથી એ સ્પષ્ટ થાય છે જો કે પક્ષ અને વિપક્ષ આ મામલે અમને સમાને આવી જતા cm દ્વારા મધ્યસ્થી કરવામાં આવી અને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત પાછી ખેંચવામાં આવી જો કે લેખિત નિયમ ના હોવા છતાં mla નેડ્રેસ કોડ માટે સાર્જન્ટ દ્વારા બહાર કાઢવું કેટલું યોગ્ય આ ચર્ચાએ આજે જોર પકડ્યું છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati