Gujarat local body poll 2021: હજુ આ ગામોમાં એક પણ મત પડયો નથી, કયાં ગામોમાં ચૂંટણી બહિષ્કાર ?

Gujarat local body poll 2021: ભૂજ, ભરૂચ, પંચમહાલ, વલસાડ, છોટાઉદેપુરના ગામોનો સંપૂર્ણ ચૂંટણી બહિષ્કાર, બૂથ ખાલીખમ, નેતાઓ-અધિકારીઓની દોડધામ

Gujarat local body poll 2021: હજુ આ ગામોમાં એક પણ મત પડયો નથી, કયાં ગામોમાં ચૂંટણી બહિષ્કાર ?
Follow Us:
| Updated on: Feb 28, 2021 | 1:52 PM

Gujarat local body poll 2021:

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું મતદાન ચાલી રહ્યું છે. જ્યારે બીજી તરફ રાજ્યમાં ઘણી જગ્યાએ ચૂંટણીનો બહિષ્કાર થયો છે. જેમાં ભરૂચ, ભુજ અને છોટાઉદેપુરની ઘણી બેઠકો પર મતદારો મતદાન કરવા હજું આવ્યા નથી.

ભરૂચના વાલિયાના કેસર ગામમાં ચૂંટણી બહિષ્કાર

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

ભરૂચના વાલિયાના કેસર ગામના લોકોએ પ્રાથમિક સુવિધા ન મળતા ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. અને, મતદાન પ્રક્રિયાથી અળગા રહેતા વહીવટી તંત્ર દોડતું થયું છે. આઝાદીના 73 વર્ષ વિતવા છતાં વાલિયાનાં કેસરગામ વિકાસથી વંચિત છે. 1000ની વસ્તી ધરાવતા આ ગામમાં ગ્રામ પંચાયત બાજુના ઈટકલા ગામમાં આવેલી છે. જેથી ગામ લોકોને સસ્તા અનાજની દુકાનમાં સામાન લેવા ઈટકલા ગામમાં જવું પડે છે. જ્યારે શાળાના બાળકોએ જીવના જોખમે કીમ નદીને પાર કરી ભણવા જાય છે. અનેક ચૂંટણીઓ આવી પણ ગામલોકોની સમસ્યાનો અંત આવ્યો નથી.

ભરૂચના કેસર ગામમાં બહિષ્કાર

ભુજના દેશલપુર ગામમાં પણ ચૂંટણી બહિષ્કાર

ભુજના અંદાજિત સાડા 5 હજાર વસ્તી ધરાવતા દેશલપુર ગામે પણ ચૂંટણી બહિષ્કાર કર્યો છે. વહીવટી તંત્ર દ્વારા ગામની મહામૂલી જમીન એક ખાનગી ટ્રસ્ટને ફાળવી દેવાતા ગ્રામજનોમાં નારાજગી છે. જેના વિરોધમાં બેનરો લગાવી જાહેરાત પણ કરાઇ હતી. જેથી સાંસદ વિનોદ ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના મોવડી મંડળે ગ્રામજનોને સમજાવ્યા હતા. પરંતુ ગામ લોકોને નેતાઓના વાયદાઓમાં વિશ્વાસ ન હોવાથી ચૂંટણી બહિષ્કાર કર્યો છે.

ભૂજ-દેસલપર ગામ

છોટાઉદેપુરના કુંડી ઉંચાકલમ ગામમાં પણ બહિષ્કાર

ભરૂચ અને ભુજ ઉપરાંત છોટાઉદેપુરના બોડેલીના કુંડી ઉંચાકલમ ગામે પણ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. કુંડી ઉંચાકલમ ગામમાં 11 વાગ્યા સુધી એક પણ મત પડ્યો નથી. ગ્રામ પંચાયતની માંગણી લઈને લઇ ગ્રામજનો મતદાન મથકે નથી પહોંચ્યા.

વલસાડમાં ચૂંટણીનો બહિષ્કાર ​​​​​​​

વલસાડના ઉમરગામ નારગોલ ગામમાં મતદારો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરતા વહીવટી તંત્ર દોડતું થયું હતું. અધિકારીઓએ મતદારોને મતદાન કરવા સમજાવ્યા બાદ મતદાન શરૂ થશે તેવી સંભાવના દેખાઈ રહી છે. આ ગામમાં 1200 જેટલા મતદારો છે. જોકે, બપોરે 12 વાગ્યા સુધી આ ગામમાં એક પણ મત પડયો નથી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">