Gujarat Local Body Poll 2021: સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઈને માહોલ જામેલો છે ત્યારે ભાજપના સ્ટાર પ્રચારક અલ્પેશ ઠાકોર પણ પ્રચારની કામગીરીમાં લાગશે. આજે સાંતલપુરમાં અલ્પેશ ઠાકોરની સભા યોજાશે. જોકે ટીવીનાઈન સાથેની વાતચીતમાં અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસમાં પરિવારવાદ ચાલતો હોવાનો આક્ષેપ કર્યો સાથે જ ભાજપની જીત નિશ્ચિત હોવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો.