કોરોનાકાળમાં સિરામીક ઉદ્યોગને ગેસ બિલમાં 16 ટકા રાહત, ગુજરાત ગેસ કંપની દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ SCM રૂ. ર.પ૦ વધારાની રાહત અપાશે

કોરોનાકાળમાં સિરામીક ઉદ્યોગને ગેસ બિલમાં 16 ટકા રાહત, ગુજરાત ગેસ કંપની દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ SCM રૂ. ર.પ૦ વધારાની રાહત અપાશે


મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ, ગુજરાતના સિરામીક ઉદ્યોગને વધુ સહાય આપતી જાહેરાત કરી છે. રાજ્યના સિરામીક ઉદ્યોગને ગેસબીલમાં 16 ટકાની રાહત આપવાનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. ગુજરાત સરકારના આ નિર્ણયને પગલે, મોરબી, સુરેન્દ્રનગર, સાબરકાંઠા સહીત રાજ્યમાં વિકસેલા સિરામીક ઉદ્યોગોને કોરોનાકાળમાં આર્થિક લાભ થશે. મોરબી, સુરેન્દ્રનગર અને સાબરકાંઠાના સિરામીક ઊદ્યોગકારોને ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ SCM રૂ. ર.પ૦ વધારાની રાહત અપાશે.

અગાઉ વિજય રૂપાણીએ સિરામીક ઉદ્યોગોને પ્રતિ SCM રૂ. બે ની રાહત આપ્યા બાદ આજે ઉચ્ચસ્તરીય બેઠકમાં વધારાના રૂ. ર.પ૦ની રાહત આપવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારના આ નિર્ણયને પગલે, ગુજરાતનો સિરામીક ઉદ્યોગ દેશના અન્ય સિરામીક ઉદ્યોગ સામેની સ્પર્ધામાં ટકી રહેવા ઉપરાંત નિકાસની ગતિ વેગવાંન કરી શકશે.

આ પણ વાંચોઃબનાસકાંઠા ગૌશાળા-પાંજરાપોળના સંચાલકોનું આંદોલન ઉગ્ર, ગૌધન રસ્તામાં છોડી દેવાયુ, પાંજરાપોળ-ગૌશાળા બહાર ખડકી દેવાઈ પોલીસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati