ગુજરાત Congressની મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કવાયત, હેલો ગુજરાત કેમ્પેઇન લોન્ચ કર્યું

ગુજરાત Congressની મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કવાયત, હેલો ગુજરાત કેમ્પેઇન લોન્ચ કર્યું

ગુજરાતમા આગામી મહિનાઓમા યોજાનારી રાજયની છ મહાનગરપાલિકાઓની ચુંટણીને લઇને Congress એ  હવે શહેરી વિસ્તારના મતદારોને આકર્ષવા માટે કવાયત હાથ ધરી છે. જેમાં કોંગ્રેસ  પર હેલો ગુજરાત ટેગ લાઇન સાથે  કેમ્પેઇન શરૂ કર્યું છે.

Chandrakant Kanoja

| Edited By: Pinak Shukla

Jan 07, 2021 | 4:28 PM

ગુજરાતમા આગામી મહિનાઓમા યોજાનારી રાજયની છ મહાનગરપાલિકાઓની ચુંટણીને લઇને Congress એ  હવે શહેરી વિસ્તારના મતદારોને આકર્ષવા માટે કવાયત હાથ ધરી છે. જેમાં કોંગ્રેસ  પર હેલો ગુજરાત ટેગ લાઇન સાથે  કેમ્પેઇન શરૂ કર્યું છે.

કોંગ્રેસના ગુજરાત સંગઠન પ્રભારી અને સાંસદ રાજીવ સાતવે  જણાવ્યું હતું કે, પાછલા ઘણા સમયથી મહાનગરોમાં ભાજપનું શાસન રહ્યું છે. જે પ્રકારે મહાનગરોનો વિકાસ થવો જોઈએ તે દેખાઈ રહ્યો નથી. કોરોનાની મહામારીમાં લોકો પરેશાન હતા,છેલ્લા ૪૫ દિવસો થી રાજધાની દિલ્લીમાં ખેડૂતો પોતાનું આંદોલન ચલાવી રહ્યાં છે અને સમગ્ર દેશમાંથી ખેડૂતો આંદોલનમાં પહોંચી રહ્યાં છે ત્યારે સરકાર તેમની વાત સાંભળવા તૈયાર નથી. ત્યારે આજે છ મહાનગરોમાં ‘હેલ્લો કેમ્પેઈન’ ને ખુલ્લુ મુકવામાં આવ્યું છે. હેલ્લો કેમ્પેઈનના માધ્યમથી પ્રજાના પ્રશ્નો પુરી તાકાત સાથે ઉઠાવીશું.

જેમાં પ્રજાના પ્રશ્નોને વાચા આપવા, પ્રજાને પડતી તકલીફો અને પ્રજાની દિલની વાત અને સુચનો સાંભળવા છ મહાનગરોમાં ‘હેલ્લો કેમ્પેઈન’ને ખુલ્લુ મુકતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં મહાનગર પાલિકાઓમાં, રાજ્યમાં, કેન્દ્રમાં ભાજપનું શાસન હોવા છતાં પ્રજાને અનેક તકલીફો, હાડમારી અને આર્થિક નુકશાન વેઠી રહી છે. પ્રજાના પ્રશ્નોની રજુઆતો અને પ્રજાના મનની વાત સાંભળીને શાસકો યોજનાઓ બનાવે છે અને બજેટો ફાળવવામાં આવે છે પરંતુ હાલના શાસકો ઉલટું કરી રહ્યાં છે, પ્રજાના મનની સાંભળવાને બદલે પોતાના મનની વાત કરી રહ્યાં છે. પ્રજાના પ્રશ્નો-સમસ્યાઓના નિવારણ કરવાને બદલે ખોટી જાહેરાતો કરે છે .

તેમણે વધુમાં ઉમેર્યું કે  કોંગ્રેસ પક્ષ પ્રજાના દિલની વાત સાંભળશે. તેઓની સમસ્યાઓને સાંભળી, તેને બુલંદ અવાજે ઉઠાવીશું, જે પ્રજાના પ્રશ્નો અને પ્રજાના દિલની વાત સાંભળવા માટે હેલ્લો કેમ્પેઈનની શરૂઆત કરીએ છીએ. હેલ્લો કેમ્પેઈનના ૯૦૯૯૯૦૨૨૫૫ નંબર પર ફોન અને વોટસઅપ દ્વારા અમે જનતાની તકલીફો અને સુચનો મેળવીશું. ઈતિહાસમાં પહેલી વખત હેલ્લો કેમ્પેઈન દ્વારા કોઈ રાજકીય પક્ષ બોલવાને બદલે સાંભળવાની શરૂઆત કરશે. હેલ્લો કેમ્પેઈનથી પ્રોગ્રેસિવ રાજનીતિની શરૂઆત થાય એવો અમારો ધ્યેય છે.

ગુજરાતમાં  આગામી મહિનાઓમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, ગાંધીનગર અને જામનગર મહાનગરપાલિકાઓમા ચુંટણી યોજાવવાની છે.  હાલ આ તમામ મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનરને વહીવટદાર તરીકે નિમવામા આવ્યા છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati