ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કમર કસી, વિવિધ સમિતિઓના ચેરમનની જાહેરાત કરી

ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કમર કસી, વિવિધ સમિતિઓના ચેરમનની જાહેરાત કરી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની આગામી  સમયમાં યોજાનારી ચુંટણીને લઈને કોંગ્રેસે પણ કમર કસી છે. તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માટેની તૈયારીઑ અત્યારથી જ હાથ ધરી છે. જેમાં કોંગ્રેસે ફરી એક વાર કોંગ્રેસના જૂના નેતોઑને તેમા સમાવ્યા છે. જો કે આ ઉપરાત ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીને હાલ યથાવત રાખ્યા છે.

કોંગ્રેસે જાહેર કરેલી સમિતિ મુજબ ચૂંટણી ઢંઢેરા કમિટીના ચેરમેન તરીકે દિપક બાબરીયા,કેમ્પેઇન  કમિટીના ચેરમેન તરીકે અર્જુન મોઢવાડીયા, સ્ટ્રેટેજીક કમિટીના ચેરમેન તરીકે ભરતસિંહ સોલંકી, ઇલેક્શન મેનેજમેન્ટ કમિટીના ચેરમેન તરીકે સિદ્ધાર્થ પટેલ, મીડિયા એન્ડ પબ્લિસિટી કમિટીના ચેરમેન તરીકે તુષાર ચૌધરી, પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટ કમિટીના ચેરમેન તરીકે કદિર પીરઝાદાના નામની જાહેરાત કરી હતી.

જ્યારે  ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવને સમન્વય સમિતિના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. જેમણે  ગુજરાતમા વર્ષ 2017ની વિધાનસભા ચુંટણીમાં ભાજપને મજબૂત ટક્કર આપી હતી. જ્યારે વર્ષ 2009માં લોકસભા ચુંટણીમા ભરતસિંહ સોલંકી અને અર્જુન મોઢવાડીયાને જીતનો યશ આપવામાં આવે છે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati