મુકેશ અંબાણીએ મુંબઈની દક્ષિણ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવારને પોતાનું સમર્થન જાહેર કર્યુંં

મુકેશ અંબાણીએ મુંબઈની દક્ષિણ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવારને પોતાનું સમર્થન જાહેર કર્યુંં

એક તરફ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધી સતત રિલાયંસ ગ્રુપના ચેરમેન પર નિશાન તાકી રહ્યાં છે અને અનિલ અંબાણી સાથે હાલની સરકારના સંબંધો પર સવાલ ઉઠાવી રહ્યાં છે ત્યારે અનિલ અંબાણીના ભાઈ મુકેશ અંબાણીએ કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપ્યું છે.  From small shopkeepers to large industrialists – for everyone, South Mumbai means business. We need to […]

TV9 WebDesk8

|

Apr 18, 2019 | 3:55 PM

એક તરફ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધી સતત રિલાયંસ ગ્રુપના ચેરમેન પર નિશાન તાકી રહ્યાં છે અને અનિલ અંબાણી સાથે હાલની સરકારના સંબંધો પર સવાલ ઉઠાવી રહ્યાં છે ત્યારે અનિલ અંબાણીના ભાઈ મુકેશ અંબાણીએ કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપ્યું છે. 

કોંગ્રેસ સતત ભાજપની સરકાર અને અનિલ અંબાણીના રિલાયંસ ગ્રુપના સંબંધોને લઈને જાહેરમાં આરોપ મુકતી રહી છે. હવે આ અનિલ અંબાણીના ભાઈ જ મુકેશ અંબાણીએ જ કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપ્યું છે. દક્ષિણ મુંબઈ ખાતેથી ચૂંટણી લડી રહેલાં કોંગ્રેસી ઉમેદવાર મિલિંદ દેવરાને મુકેશ અંબાણીએ સમર્થન આપ્યું છે.

બુધવારના રોજ કોંગ્રેસના ઉમેદવાર મિલિંદ દેવરાએ કોણ કોણ ઉદ્યોગપતિ તેમને સમર્થન આપી રહ્યાં છે તેવો વીડિયો જાહેર કર્યો હતો તેમાં મુકેશ અંબાણી પર નજરે પડી રહ્યાં છે. આ ઉપરાંત મહિન્દ્રા કોટક બેંકના મેનેજીંગ ડાયરેક્ટર ઉદય કોટકે પણ દેવરાને સમર્થન આપ્યું છે.

ઉદય કોટક

મિલિંદ દેવરાએ પોતાના વીડિયોમાં બિઝનેસ વધારવાને લઈને પ્રાથમિકતા આપવાની વાત કરી છે. મુકેશ અંબાણીએ કોંગ્રેસી ઉમેદવાર દેવરાને સમર્થન આપીને કહ્યું કે મિલિંદ દક્ષિણ મુંબઈ માટે છે. તેમણે 10 વર્ષ દક્ષિણ મુંબઈનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેમણે અહીંયાના સામાજિક-આર્થિક અને સાંસ્કૃતિક ઈકો સિસ્ટમની સારી સમજણ છે. નાના અને મોટા બંને ધંધાઓ મુંબઈમાં વધી રહ્યાં છે. આના લીધે પ્રતિભાશાળી યુવાનોના માટે રોજગારીની તકો વધારી શકાય છે.

મહેન્દ્રા કોટક બેંકના મેનેજીંગ ડાયરેક્ટરે કહ્યું કે મને લાગે છે કે મિલિંદ દરેક વસ્તુને સમજે છે અને દરેક મુંબઈકર સાથે જોડાયેલા છે. તેમનો પરીવાર પણ લાંબા સમયથી મુંબઈ સાથે જોડાયેલો છે. આમ ઉદય કોટક અને મુકેશ અંબાણીએ કોંગ્રેસી ઉમેદવાર મિલિંદ દેવરાને પોતાનું સમર્થન આપ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati