Gandhinagar Corporation Election: ઉમેદવાર પસંદગી માટે ભાજપમાં ગુંચવાયું કોકડુ, CMની અધ્યક્ષતામાં મળી બેઠક

Gandhinagar Corporation Election:  ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં જીત મેળવવા માટે ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. ઉમેદવારને લઈને પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

| Updated on: Mar 30, 2021 | 4:40 PM

Gandhinagar Corporation Election:  ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં જીત મેળવવા માટે ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. ઉમેદવારને લઈને પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 6 મહાનગર પાલિકા પર ભાજપની સતા છે.

ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીને લઈને ભાજપમાં જો કે થોડુ કોકડુ ગુંચવાયેલું જોવા મળી રહ્યું છે. નવા વોર્ડનાં ઉમેદવારોને લઈને ચર્ચા કરવા માટે મુખ્યપ્રધાનનાં નિવાસસ્થાને બેઠક પણ બોલાવવામાં આવી હતી કે જેમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને મહામંત્રી પણ હાજર રહ્યા હતા. ખાસ કરીને વોર્ડ નંબર 7,9 અને 10નાં ઉમેદવારોનાં નામ પર ચર્ચા કરવામાં આવી.

ગાંધીનગર મનપાના 11 વોર્ડની 44 બેઠક માટે 400થી વધુ દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. ગાંધીનગર મહાનગર પાલિકાના ભાજપના 17 કોર્પોરેટર પૈકી 8 કોર્પોરેટરને રિપીટ કરી શકાય તેવી શક્યતા છે તો 7 કોર્પોરેટરનું પતું કપાઈ શકે છે. 18 ગામના સમાવેશ બાદ ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી જાહેર થઇ છે.

 

ગાંધીનગર મહાનગર પાલિકામાં પણ સ્થાનિક સ્વરાજ સમયે પાર્લામેન્ટ્રી બોર્ડ ના નિયમો લાગુ થશે. પરિવારના સભ્યો ટિકિટ નહીં મળે. તો એક પદ પર એક વ્યક્તિ જ રહેશે. 60 વર્ષથી વધુ ઉંમરના દાવેદારોને ટિકિટ નહિ મળે. જણાવવું રહ્યું કે ગત ચૂંટણીમાં 11 વોર્ડ પૈકી 3 વોર્ડમાં જ ભાજપ પેનલ બનાવવામાં સફળ રહી હતી. જયારે 2 વોર્ડમાં પેનલ તૂટી હતી.

ગાંધીનગર મહાનગર પાલિકા ચૂંટણીમાં સવાર 7 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ માટે 284 મતદાન મથક રહેશે. આ પૈકી 34 મતદાન મથક અતિસંવેદનશીલ છે. ગાંધીનગર મહાનગર પાલિકાને ચૂંટણીને લઈને 5 ચૂંટણી અધિકારીની નિમણુંક કરવામાં આવી છે. ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટેના તમામ પગલાં ભરવામાં આવશે.

આગામી 5મેએ ગાંધીનગર મહાનગર પાલિકાની (Gandhinagar Municipal Corporation) મુદત પુરી થાય છે. ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીનું જાહેરનામું બહાર પડાઈ ગયું છે અને  18 એપ્રિલે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જયારે મત ગણતરી 20 એપ્રિલે હાથ ધરવામાં આવશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">