Gandhinagar Corporation Election 2021: કોર્પોરેશનની ચૂંટણીને લઈને ભાજપ સજ્જ, 11 વોર્ડના ઉમેદવારની જાહેર કરશે યાદી

ગાંધીનગર મહાનગર પાલિકાની (Gandhinagar Municipal Corporation) ચૂંટણીનું બુંગલ ફૂંકાઈ ગયું છે. આગામી 5મેએ ગાંધીનગર મહાનગર પાલિકાની (Gandhinagar Municipal Corporation)  મુદત પુરી થાય છે.

Kinjal Mishra
| Edited By: | Updated on: Mar 27, 2021 | 3:07 PM

Gandhinagar Corporation Election 2021 ચૂંટણીનું બુંગલ ફૂંકાઈ ગયું છે. આગામી 5મેએ ગાંધીનગર મહાનગર પાલિકાની (Gandhinagar Municipal Corporation) મુદત પુરી થાય છે. ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીનું 27મી માર્ચે જાહેરનામું બહાર પાડવામાં આવશે. 18 એપ્રિલે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જયારે મત ગણતરી 20 એપ્રિલે હાથ ધરવામાં આવશે.

 

ગાંધીનગર મહાનગર પાલિકા ચૂંટણીમાં જીત મેળવવા માટે ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. ઉમેદવારને લઈને પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 6 મહાનગર પાલિકા પર ભાજપની સતા છે.

ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીને લઈને ભાજપનું મનોમંથન પૂર્ણ થયું છે. આગામી 30 માર્ચના રોજ ભાજપ ઉમેદવારના નામની યાદી જાહેર કરશે. ઉમેદવારના નામને લઈને મંગળવારે મોડી રાત સુધી પાર્લામેન્ટ્રી બોર્ડમાં ચર્ચા થઇ હતી.

ગાંધીનગર મનપાના 11 વોર્ડની 44 બેઠક માટે 400થી વધુ દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. ગાંધીનગર મહાનગર પાલિકાના ભાજપના 17 કોર્પોરેટર પૈકી 8 કોર્પોરેટરને રિપીટ કરી શકાય તેવી શક્યતા છે તો 7 કોર્પોરેટરનું પતું કપાઈ શકે છે. 18 ગામોના સમાવેશ થયા બાદ ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી જાહેર થઇ છે.

રિપીટ કોર્પોરેટરની વાત કરવામાં આવે તો હર્ષા બા ઘાંઘલ, બરખા બેન જહા, રીટા બેન પટેલે જયદેવ પરમાર, પ્રણવ પટેલ નિલાબેન શુકલ, નાઝા ભાઈ ઘાંઘર, નરેશ પરમારના નામની શક્યતા છે. બીજી તરફ નીતિન પટેલ, દેવેન્દ્ર સિંહ ચાવડા, પ્રીતિ દવે, પ્રવીણા દરજી,પાર્વતી પરમાર, કાર્તિક પટેલ, મનું પટેલની ટિકિટ કપાઇ શકે છે. આ 7 કોર્પોરેટર સ્ટેન્ડિંગ કમિટીમાં સભ્યો હતા. તો આ કોર્પોરેટરો પર સતત વહીવટી કામોને ડિસ્ટર્બ કરવાનો આક્ષેપ પણ છે.

ગાંધીનગર મહાનગર પાલિકામાં પણ સ્થાનિક સ્વરાજ સમયે પાર્લામેન્ટ્રી બોર્ડ ના નિયમો લાગુ થશે. પરિવારના સભ્યો ટિકિટ નહીં મળે. તો એક પદ પર એક વ્યક્તિ જ રહેશે. 60 વર્ષથી વધુ ઉંમરના દાવેદારોને ટિકિટ નહિ મળે.નોંધનીય છે કે, ગત ચૂંટણીમાં 11 વોર્ડ પૈકી 3 વોર્ડમાં જ ભાજપ પેનલ બનાવવામાં સફળ રહી હતી. જયારે 2 વોર્ડમાં પેનલ તૂટી હતી.

ગાંધીનગર મહાનગર પાલિકા ચૂંટણીમાં સવાર 7 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ માટે 284 મતદાન મથક રહેશે. આ પૈકી 34 મતદાન મથક અતિસંવેદનશીલ છે. ગાંધીનગર મહાનગર પાલિકાને ચૂંટણીને લઈને 5 ચૂંટણી અધિકારીની નિમણુંક કરવામાં આવી છે. ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટેના તમામ પગલાં ભરવામાં આવશે.

Follow Us:
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">