કોંગ્રેસના દિગ્ગજ નેતા શીલા દિક્ષીતનું 81 વર્ષની ઉંમરે નિધન, જાણો તેમના જીવન વિશેની વાતો

કોંગ્રેસના દિગ્ગજ નેતા શીલા દિક્ષીતનું 81 વર્ષની ઉંમરે નિધન, જાણો તેમના જીવન વિશેની વાતો

દિલ્હીના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા શિલા દિક્ષીતનું નિધન થઈ ચૂક્યું છે. શિલા દિક્ષીત છેલ્લા કેટલાક સમયથી બિમાર હતા અને સારવાર દરમિયાન નિધન થયું છે. તેમના અંગત સચિવે શિલા દિક્ષીતના નિધનના સમાચાર આપ્યા છે. 81 વર્ષે શિલા દિક્ષીતના નિધનથી સમગ્ર રાજનીતિમાં એક શોકનો માહોલ સર્જાયો છે. શિલા દિક્ષીતની છબી અને તેમની કાર્ય પદ્ધતિથી તો […]

TV9 Webdesk12

|

Jul 20, 2019 | 1:07 PM

દિલ્હીના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા શિલા દિક્ષીતનું નિધન થઈ ચૂક્યું છે. શિલા દિક્ષીત છેલ્લા કેટલાક સમયથી બિમાર હતા અને સારવાર દરમિયાન નિધન થયું છે. તેમના અંગત સચિવે શિલા દિક્ષીતના નિધનના સમાચાર આપ્યા છે. 81 વર્ષે શિલા દિક્ષીતના નિધનથી સમગ્ર રાજનીતિમાં એક શોકનો માહોલ સર્જાયો છે. શિલા દિક્ષીતની છબી અને તેમની કાર્ય પદ્ધતિથી તો વિપક્ષ પણ પ્રભાવીત હતું.

આ પણ વાંચોઃ પંજાબના દિકરી, યુપીના વહુ અને દિલ્હીના ધાકડ નેતા શીલા દિક્ષીતનું નિધન, નેતાઓએ Tweet દ્વારા શ્રદ્ધાંજલિ આપી

દિલ્હીમાં વિકાસને નવી દિશા આપનારા શીલા દિક્ષીત સૌથી વધુ સમય મુખ્યમંત્રી તરીકે કાર્યરત રહ્યા હતા. 15 વર્ષ સુધી મુખ્યમંત્રી રહેનારા શીલા દિક્ષીતે દિલ્હીની હાલત સુધારી દીધી હતી. તો સાથે પોતાના અનુભવ અને કાર્યકુશળતાના આધારે કોંગ્રેસને પણ અનેક દિશાએ મજબૂત બનાવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શીલા દિક્ષીતનો જન્મ પંજાબના કપૂરથલામાં 31 માર્ચ 1938ના દિવસે થયો હતો. પરંતુ તેમનું શિક્ષણ દિલ્હીની જીસસ એન્ડ મૈરી સ્કૂલમાં થયું હતું. મિરિન્ડા હાઉસમાંથી શીલા દિક્ષીતે માસ્ટર ડિગ્રી મેળવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

યુવા વયમાં જ તેઓ રાજનીતિમાં રસ દાખવતા થયા હતા. તેમના લગ્ન વિનોદ દિક્ષીત સાથે થયા અને તેઓ કોંગ્રેસના દિગ્ગજ નેતા ઉમાશંકર દિક્ષીતના દિકરા હતા. વિનોદ દિક્ષીત સાથે પ્રથમ મુલાકાત દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન થઈ હતી. આ કારણે જ તેમને પંજાબની દિકરી અને યુપીની વહુ કહેવામાં આવતા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

શીલા દિક્ષીતે પોતાના ઉમાશંકર દિક્ષીત પાસે જ રાજનીતિના પાઠ શિખ્યા હતા. ઉમાશંકર કાનપુર કોંગ્રેસના સચિવ હતા. અને રાજનીતિમાં ઉમાશંકર દિક્ષીતની સક્રિયતાથી તેઓ જવાહરલાલ નહેરુના ખાસ લોકોના ગ્રૂપમાં સામેલ થયા હતા. ઈન્દીરા ગાંધીની સરકારમાં ઉમાશંકર દિક્ષીત ગૃહ પ્રધાન હતા. આવી રીતે શિલા દિક્ષીતની રાજનીતિમાં એન્ટ્રી થઈ હતી. ટ્રેનમાં મુસાફરી દરમિયાન તેમના પતિની હાર્ટઅટેકના કારણે મોત થઈ હતી. 1991માં ઉમાશંકર દિક્ષીતના મોત બાદ શિલા દિક્ષીતે તેમની રાજનૈતિક વિરાસતને સંભાળી લીધી હતી. શિલા દિક્ષીતના બે સંતાનો સંદિપ અને લતિકા છે.

[yop_poll id=”1″]

શિલા દિક્ષીત રાજનીતિમાં આવતાની સાથે ગાંધી પરિવારના ખાસ સાથી બની ગયા હતા. અને તેઓ પ્રથમ વખત 1984માં કન્નોજ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડીને સંસદ પહોંચ્યા હતા. અને તેઓ પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્યમંત્રી પણ બન્યા હતા.

રાજીવ ગાંધીના નિધન બાદ સોનિયા ગાંધીએ શિલા દિક્ષીત પર પૂરો ભરોસો દાખવ્યો હતો. 1998માં દિલ્હી પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે શિલા દિલ્હીને બનાવ્યા હતા. આ સમયે દિલ્હીમાં કોંગ્રેસની હાલત નાજૂક હતી. શિલા દિક્ષીત પૂર્વી દિલ્હીથી ચૂંટણી લડી રહ્યા હતા. પરંતુ ભાજપના લાલ બિહારી તિવારી સામે તેમને હાર માનવી પડી હતી. પરંતુ થોડા સમય બાદ થયેલી વિધાનસભા ચૂંટણીમાં તેમણે ભારે મતથી જીત મેળવી અને મુખ્યમંત્રી બન્યા હતા.

15 વર્ષ એટલે 3 ટર્મ સુધી શિલા દિક્ષીતે દિલ્હીમાં શાસન કાયમ રાખ્યું હતું. આ દરમિયાન તેમણે અનેક કામગીરી કરી છે. મેટ્રો સહિત અનેક પ્રોજેક્ટ પર તેમની કામગીરીના આજે પણ વખાણ થઈ રહ્યા છે. 2013માં આમ આદમી પાર્ટી સામે કોંગ્રેસની હાર થઈ હતી. જે બાદ તેઓને કેરળના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. પરંતુ 2014માં સત્તા પર મોદી સરકારના શાસનની સાથે તેમણે રાજ્યપાલ પદ પરથી રાજીનામું આપી દીધુ હતું. જે બાદ તેઓ ફરી દિલ્હી આવી ગયા હતા.

2019ની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ શિલા દિક્ષીતને દિલ્હીની જવાબદારી સોંપી હતી. આ દરમિયાન કેજરીવાલે કોંગ્રેસ સાથે ગઠબંધનનો પ્રસ્તાવ રાખ્યો હતો. પરંતુ શિલા દિક્ષીત કોંગ્રેસ અને આપના ગઠબંધનનો વિરોધ કર્યો હતો.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati