Farmers Protest: સંસદ બહાર વિરોધ પ્રદર્શન માટે ખેડૂતોને શરતી મંજુરી, 9 ઓગસ્ટ સુધી વિરોધ પ્રદર્શન રહેશે યથાવત

કૃષિ સુધારા બિલના વિરોધમાં ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતની આગેવાનીમાં છેલ્લા આઠ મહિનાથી ખેડુતો સિંધુ બોર્ડર પર વિરોધ કરી રહ્યા છે, ત્યારે હવે ખેડૂતો સંસદ બહાર વિરોધ પ્રદર્શન કરીને સરકાર સામે વિરોધ નોંધાવશે.

Farmers Protest: સંસદ બહાર વિરોધ પ્રદર્શન માટે ખેડૂતોને શરતી મંજુરી, 9 ઓગસ્ટ સુધી વિરોધ પ્રદર્શન રહેશે યથાવત
Farmers Protest
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2021 | 9:16 AM

ખેડૂતો આજથી દિલ્હીમાં સંસદની બહાર જંતર મંતર પર કૃષિ કાયદાઓનો (Farm Laws) વિરોધ કરશે. ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસે ખેડૂત સંગઠનોને જંતર-મંતર (Jantar Mantar) પર કોરોનો પ્રોટોકોલનું પાલન કરીને વિરોધ માટે લીલી ઝંડી મળી  છે. આશરે 200 ખેડૂતો આ વિરોધ પ્રદર્શનમાં (Protest) જોડાશે.

ખેડૂતો આજથી 22 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી દિલ્હીના જંતર-મંતર પર કૃષિ કાયદાઓનો વિરોધ નોંધાવશે. દિલ્હી પોલીસે ખેડૂત સંગઠનોને (Farmer union) જંતર-મંતર પર કોરોનો પ્રોટોકોલ (Corona Protocol) જાળવીને વિરોધ પ્રદર્શન માટે મંજૂરી આપી છે. સંસદના ચોમાસું સત્ર (Monsoon Session)  દરમિયાન દરરોજ 200 ખેડૂતો આ વિરોધ પ્રદર્શનમાં સામેલ થશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

મહત્વનું છે કે, ખેડૂતોના વિરોધને પગલે મોટી સંખ્યામાં પોલીસ જવાનો (Police) તૈનાત કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસ દ્વારા ખેડૂતોને 200 ખેડુતોની મર્યાદામાં વિરોધ પ્રદર્શનની મંજૂરી આપવામાં આવી છે.

ખેડૂતોને જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવાની શરતી મંજૂરી

છેલ્લા 8 મહિનાથી ખેડૂતો દિલ્હીની સિંધુ બોર્ડર (Sindhu Border) પર કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે કૃષિ આંદોલન કરતા ખેડૂતો હવે સંસદને ઘેરવાની તૈયારીમાં છે. દિલ્હી પોલીસ દ્વારા 200 ખેડૂતોની મર્યાદામાં જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવા માટે શરતી મંજુરી આપવામાં આવી છે. ખેડૂતો આજથી લઈને 9 ઓગસ્ટ સુધી સંસદ બહાર વિરોધ પ્રદર્શન કરી કૃષિ કાયદાનો વિરોધ નોંધાવશે.

ઉપરાંત, દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (Delhi Disaster Management Authority) એ પણ વિરોધ પ્રદર્શન માટે ઔપચારિક રીતે આદેશ આપ્યો છે અને ખેડૂતોના વિરોધ પ્રદર્શનને પગલે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 22 જુલાઈથી લઈને 9 ઓગસ્ટ સુધી ખેડૂતોને વિરોધ પ્રદર્શન માટે મંજુરી આપવામાં આવી છે.

પોલીસ સુરક્ષા હેઠળ ખેડૂતો જંતર-મંતર જવા રવાના

સૂત્રોનું માનીએ તો પોલીસ સુરક્ષા હેઠળ ખેડૂતોને સિંઘુ બોર્ડરથી જંતર-મંતર સુધી પહોંચાડવામાં આવશે. ભારતીય કિસાન યુનિયનના નેતા (Leader of Indian Farmers Union) રાકેશ ટીકૈતે જણાવ્યું હતું કે, “અમારા 200 ખેડૂતો પોલીસ સુરક્ષા હેઠળ સિંઘુ બોર્ડરથી જંતર-મંતર સુધી જશે અને સંસદનું સત્ર પૂર્ણ ન થાય ત્યાં સુધી અમારો વિરોધ યથાવત રહેશે.”

ઉલ્લેખનીય છે કે, કૃષિ સુધારા બિલના વિરોધમાં ખેડૂતો છેલ્લા આઠ મહિનાથી સિંધુ બોર્ડર પર વિરોધ કરી રહ્યા છે. આ પહેલા પણ લાલ કિલ્લામાં આ આંદોલનનું  ઉગ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. ત્યારે સંસદ (Parliament) બહાર જંતર-મંતરમાં આ વિરોધ પ્રદર્શન કેવુ સ્વરૂપ લેશે તે જોવું રહ્યું. આજે  સવારે  પોલીસની સુરક્ષા હેઠળ રાકેશ ટિકૈત સહિતના ખેડુતો જંતર-મંતર જવા માટે રવાના થયા છે.

આ પણ વાંચો: RSSના વડા મોહન ભાગવતે કહ્યું – બધા ભારતીયોના DNA સમાન, CAAથી કોઈ પણ મુસ્લિમને સમસ્યા નથી

આ પણ વાંચો: યુપીના પ્રોફેસરે કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઈરાની વિશે ફેસબુકમાં કરી અશ્લિલ પોસ્ટ, જાણો પછી શુ થયુ

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">