FARMER PROTEST: રિહાના વિરૂદ્ધ એક જેવા ટ્વિટ કરી ફસાયા સેલિબ્રિટીઓ, ઉદ્ધવ સરકાર કરશે તપાસ

FARMER PROTEST : અમેરિકન સિંગર વિરૂદ્ધ ભારતની અનેક હસ્તીઓએ ટ્વિટ કર્યા હતા. કોંગ્રેસ નેતા સચિન સાવંતે મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખની સામે આ સવાલ ઉઠાવ્યો હતો.

FARMER PROTEST: રિહાના વિરૂદ્ધ એક જેવા ટ્વિટ કરી ફસાયા સેલિબ્રિટીઓ, ઉદ્ધવ સરકાર કરશે તપાસ
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 08, 2021 | 5:03 PM

FARMER PROTEST : ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વિટ કરનાર અમેરિકન સિંગર રિહાના વિરૂદ્ધ એક જેવી ટ્વિટ કરીને ભારતના કેટલાક સેલિબ્રિટીઓની મુશ્કેલીઓ વધી શકે છે. મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખે કહ્યું કે ખેડૂત આંદોલન પર સેલિબ્રિટીઓને ટ્વિટ કરવા દબાણ કરવામાં આવ્યું છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે. એક ઓનલાઈન બેઠક દરમિયાન કોંગ્રેસના નેતા સચિન સાવંતે અનિલ દેશમુખની સામે આ સવાલ ઉઠાવ્યો હતો. સચિન સાવંતે સેલિબ્રિટીઝના ટ્વીટ્સ પણ બતાવ્યા જે લગભગ એકસરખા હતા.

લતા મંગેશકર સહિતની હસ્તીઓએ કર્યા હતા ટ્વિટ મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખે કહ્યું કે લતા મંગેશકર, સચિન તેંડુલકર, અક્ષય કુમાર સહિતની તમામ હસ્તીઓ દબાણમાં ટ્વીટ કરી રહી છે. શું કેન્દ્ર સરકાર તેમના પર દબાણ કરી રહી છે. ઈન્ટેલીજન્સની ટીમ આ મામલે તપાસ કરશે. આ સાથે જ આ સેલિબ્રિટીઓને સુરક્ષાની જરૂર છે કે કેમ એ તરફ પણ ધ્યાન આપવામાં આવશે. અનિલ દેશમુખ કોરોના સંક્રમિત થયા છે, માટે તેઓ જ્યાં કોરોન્ટાઇન પર છે ત્યાંથી જ વીડિયો કોલ દ્વારા આ બેઠકમાં જોડાયા હતા.

ઉદ્ધવ સરકાર તપાસ કરશે મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર ખેડૂત આંદોલનને સમર્થન આપી રહી છે. આવી સ્થિતિમાં જ્યારે ખેડૂત આંદોલનને રિહાના જેવા વિદેશી કલાકારોનો ટેકો મળ્યો ત્યારે ભારતની કેટલીક હસ્તીઓમાં ચકચાર મચી ગઈ હતી. સચિન તેંડુલકર, અક્ષય કુમાર, અજય દેવગન, કંગના રાણાવત, લતા મંગેશકર, વિરાટ કોહલી જેવી અનેક હસ્તીઓએ તેની વિરૂદ્ધ ટ્વીટ કરી હતી. તેમણે પોતાના ટ્વિટ દ્વારા કહ્યું હતું કે વિદેશીઓને તેમના દેશના આંતરિક મામલામાં બોલવાની જરૂર નથી. ભારતની હસ્તીઓએ રિહાનાના ટ્વિટ પાછળ પ્રોપેગેંડા હોવાનું પણ કહ્યું.

કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

આ ટ્વીટની પેટર્ન અને ઘણા શબ્દો સમાન હતા. ખાસ કરીને સાયના નેહવાલ અને અક્ષયનું ટ્વિટ એકસરખું હતું. આ ટ્વીટનો સમય પણ લગભગ એક સરખો હતો તેથી મહારાષ્ટ્ર સરકારને આ ટ્વીટ અંગે શંકા છે. અનિલ દેશમુખ કહે છે કે રાજ્યની ઈન્ટેલીજન્સની ટીમ તેની તપાસ કરશે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">