Exit Poll Result 2021 West Bengal Elections : જાણો #TV9ExitPoll પ્રમાણે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનો એક્ઝીટ પોલ

Exit Poll Result 2021 West Bengal Elections : પશ્ચિમ બંગાળની આ વખતની ચૂંટણીમાં મુખ્ય ટક્કર સત્તાધરી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે છે. જયારે કોંગ્રેસ અને ડાબેરીઓનું ગઠબંધન ત્રીજા મોરચા તરીકે ઉભરશે એ નક્કી છે. #TV9ExitPoll

  • Tv9 webdesk42
  • Published On - 19:25 PM, 29 Apr 2021
Exit Poll Result 2021 West Bengal Elections : જાણો #TV9ExitPoll પ્રમાણે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનો એક્ઝીટ પોલ
Exit Poll Results West Bengal Elections 2021: એગ્ઝિટ પોલમાં મમતા રિટર્ન્સ નક્કી, જો કે આ 96 બેઠક પર થઈ શકે છે "ખેલા"

Exit Poll Result 2021 West Bengal Elections : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં અંતિમ આઠમાં તબક્કા સાથે તમામ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. #TV9ExitPoll માં અમે આપણે જણાવીશું કઈ પાર્ટીને કેટલા વોટશેર મળવાનો અંદાજ છે અને કઈ પાર્ટીને કેટલી બેઠકો મળી શકશે.

વોટ શેર અને બેઠકો
#TV9ExitPoll અનુસાર TMC ને 43.90 ટકા, BJP ને 40.50 ટકા, કોંગ્રેસ+લેફ્ટને 10.70 ટકા અને અન્યને 4.90 ટકા વોટ શેર મળવાનો અંદાજ છે.

આ સાથે જ બેઠકોની જો વાત કરીએ તો TMC ને 152-162, BJP ને 115-125 અને કોંગ્રેસ+લેફ્ટને 16-26 બેઠકો મળવાનો અંદાજ છે.

Exit Poll Result 2021 West Bengal Elections #TV9ExitPoll

Exit Poll Result 2021 West Bengal Elections #TV9ExitPoll

પશ્ચિમ બંગાળની આ વખતની ચૂંટણીમાં મુખ્ય ટક્કર સત્તાધરી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે છે. જયારે કોંગ્રેસ અને ડાબેરીઓનું ગઠબંધન ત્રીજા મોરચા તરીકે ઉભરશે એ નક્કી છે. #TV9ExitPoll અનુસાર આ અનુમાન પ્રાથમિક તારણો છે, અમે આપને અપડેટ માહિતી જણાવતા રહીશું.

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં 292 બેઠકો માટે આઠ તબક્કામાં કેટલું મતદાન થયું એના પર એક નજર કરીએ તો ….

તબક્કો 1 : 27 માર્ચ, 47 બેઠકો, 79.79 ટકા મતદાન થયું

તબક્કો 2 : 1 એપ્રિલ, 30 બેઠકો, 80.53 ટકા મતદાન થયું

તબક્કો 3 : 6 એપ્રિલ, 31 બેઠકો, 77.68 ટકા મતદાન થયું

તબક્કો 4 : 10 એપ્રિલ, 44 બેઠકો, 76.16 ટકા મતદાન થયું

તબક્કો 5 : 17 એપ્રિલ, 45 બેઠકો, 78.36 ટકા મતદાન થયું

તબક્કો 6 : 22 એપ્રિલ, 43 બેઠકો, 79.11 ટકા મતદાન થયું

તબક્કો 7 : 26 એપ્રિલ, 34 બેઠકો, 75.06 ટકા મતદાન થયું

તબક્કો 8 : 29 એપ્રિલ, 35 બેઠકો, 76.07 ટકા મતદાન થયું