ભારતમાં કુલ 28 કેસ કોરોના પોઝિટીવ, આ જગ્યાએ સરકારે તૈયાર કર્યો સ્પેશિયલ વોર્ડ

દેશ અને દુનિયાની વાત કરીએ તો અનેક દેશોમાં કોરોનાએ કેર વર્તાવ્યો છે અને અત્યારસુધી 3200થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. તેવામાં ભારતમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 28 પર પહોંચી છે.  જેમાં 17 દર્દી તો ઈટલીથી આવેલા પ્રવાસીઓ છે તો કુલ 28માંથી કેરળના 3 લોકો સાજા થઈ જતાં હવે કુલ 25 કેસ પોઝિટિવ છે. […]

ભારતમાં કુલ 28 કેસ કોરોના પોઝિટીવ, આ જગ્યાએ સરકારે તૈયાર કર્યો સ્પેશિયલ વોર્ડ
TV9 WebDesk8

|

Mar 04, 2020 | 5:52 PM

દેશ અને દુનિયાની વાત કરીએ તો અનેક દેશોમાં કોરોનાએ કેર વર્તાવ્યો છે અને અત્યારસુધી 3200થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. તેવામાં ભારતમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 28 પર પહોંચી છે.  જેમાં 17 દર્દી તો ઈટલીથી આવેલા પ્રવાસીઓ છે તો કુલ 28માંથી કેરળના 3 લોકો સાજા થઈ જતાં હવે કુલ 25 કેસ પોઝિટિવ છે. ઈટલીથી આવેલા 17 પ્રવાસીઓને કોરોના હોવાની દિલ્લીની એઈમ્સ હોસ્પિટલે પુષ્ટિ કરી છે.  તેમને ઈટલીથી ભારત આવતાં જ અલગ રાખવામાં આવ્યા હતા.  દિલ્લીમાં તેમના સેમ્પલની તપાસ કરવામાં આવી તો કોરોના વાઈરસ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. તમામને દિલ્હી ખાતેના છાવલાના ITBP કેમ્પમાં રાખવામાં આવ્યા છે તો બીજીતરફ મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના બે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે.  જેમાંથી એક પુણે અને બીજો મુંબઈની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ ઉપરાંત સરકારે કોરોનાના કેસ સામે આવતાની સાથે જ એરપોર્ટ પર સુરક્ષા વધારી છે.  મનસુખ માંડવીયાએ ટીવીનાઈન સાથે વાતચીત કરતાં જણાવ્યું કે બહારથી આવનારા તમામ મુસાફરોની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati