Elections 2021 : દેશમાં વિધાનસભા ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર રોકડ સહીત 1 હજાર કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો

Elections 2021 : ચૂંટણીપંચે કહ્યું કે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન અત્યાર સુધીમાં રોકડ સહીત 1 હજાર કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

Elections 2021 : દેશમાં વિધાનસભા ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર રોકડ સહીત 1 હજાર કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો
FILE PHOTO
Follow Us:
| Updated on: Apr 16, 2021 | 7:39 PM

Elections 2021 : દેશમાં હાલ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાંથી ચાર રાજ્યોમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં ચાર તબક્કાની ચૂંટણી યોજાવાની બાકી છે. દેશમાં વિધાનસભા ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર ચૂંટણીપંચને મોટી સફળતા મળી છે. ચૂંટણીપંચે કહ્યું કે કર્ણાટક, કેરળ, પશ્ચિમ બંગાળ, પુડુચેરી અને તમિલનાડુમાં અત્યાર સુધીમાં કુલ 1 હજાર 1 કરોડ 44 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ચૂંટણીપંચે કહ્યું કે આ પહેલીવાર છે જ્યારે વિધાનસભાની ચૂંટણી દરમિયાન એક હજાર કરોડથી વધુનો રોકડ સહીતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ચૂંટણીપંચે કહ્યું કે કડકાઈ અને સતત દેખરેખના કારણે આ શક્ય બન્યું છે. આવો જાણીએ ગત ટર્મની વિધાનસભા ચૂંટણીમાં અને આ વર્ષની Elections 2021 વિધાનસભા ચૂંટણીમાં કેટલા નાણા અને મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા છે.

1) આસામ : 122 કરોડ 35 લાખ Elections 2021 દરમિયાન આસામમાં કુલ 122 કરોડ 35 લાખની રોકડ અને મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં 27 કરોડ 9 હજારની રોકડ, 41 કરોડ 97 લાખનો દારૂ, 34.41 કરોડનું ડ્રગ્સ, 15 કરોડ 18 લાખની કિંમતના ગિફ્ટ અને 3.69 કરોડની કિંમતી ધાતુઓ છે. ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન આસામમાં કુલ 16 કરોડ 58 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

2)પશ્ચિમ બંગાળ : 300 કરોડ Elections 2021 દરમિયાન પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધીમાં કુલ 300 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં 50 કરોડ 71 લાખની રોકડ, 30 કરોડ 11 લાખનો દારૂ, 118 કરોડ 83 લાખના ડ્રગ્સનો સમાવેશ થાય છે. બંગાળમાં ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન કુલ 44 કરોડ 33 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

3) તમિલનાડુ : 446 કરોડ 28 લાખ Elections 2021દરમિયાન તામિલનાડુમાં 446 કરોડ 28 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં 236 કરોડ 69 લાખ રોકડા, 5 કરોડ 27 લાખનો દારૂ, 2 કરોડ 22 લાખના ડ્રગ્સનો સમાવેશ થાય છે. ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન કુલ 1 કરોડ 99 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

4)પોંડીચેરી : 36 કરોડ 95 લાખ પોંડીચેરીમાં કુલ 36 કરોડ 95 લાખની રોકડ અને અન્ય વસ્તુઓ કબજે કરવામાં આવી છે. જેમાં 5 કરોડ 52 લાખની રોકડ, 70 લાખ દારૂ અને 25 લાખના ડ્રગ્સનો સમાવેશ થાય છે. ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન 7 કરોડ 74 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

5) કેરળ : 84 કરોડ 91 લાખ ચૂંટણી દરમિયાન કેરળમાં કુલ 84 કરોડ 91 લાખ જપ્તી નોંધાઈ છે. તેમાંથી 22 કરોડ 88 લાખની રોકડ, 5 કરોડ 16 લાખનો દારૂ અને 4 કરોડ 6 લાખનું ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં કેરળમાં કુલ 26 કરોડ 13 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">